13/07/2025
ડોક્ટર નો સાચો ધર્મ શું ...!!!
નાનો હોય કે મોટો દરેક માટે એક જ વાત સારવાર ...દર્દી દેવ ભવ....બસ એટલે લોકો ના પ્રિય અને અત્યાર સુધી અનેક સંસ્થા પોતાની વિશિષ્ટ સેવા એવા ડોક્ટર મુછડીયા જેમનો આજે જન્મદિવસ હોય ત્યારે રાજુલા કાનાબાર ન્યુઝ ચેનલ પરિવાર તેમની જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે
કોઈપણ જાતના નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર દર્દીઓના ઓપેરશન કરી તેમને સાજા કરતા, રાજુલા ગામનાં એક મેડિકલ સર્જન ડોક્ટર મૂછડીયા ડૉક્ટર અનુભવો તેમની કલમ થી લખેલા વાંચો:
"ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવું એટલે અભાવ વચ્ચે કામ કરવું.
નર્સીંગ સ્ટાફ તો ક્યારેય ૫-૬ થી વધ્યા જ નહીં અને ટોટલ પોસ્ટ હતી ૧૬ બેનોની. એવીજ રીતે મેડિકલ ઓફીસર ૩ પોસ્ટ માં એક કે બે જ હોય.
એક વખત એવું થયું કે અમારા એકમાત્ર મેડિકલ ઓફીસર સાહેબ રજા પર હતા ને માત્ર હું જ ડ્યુટી પર હતો. રૂટીન કામ રાઉન્ડ ઓપીડી વગેરે પુરા કરીને મેં ઓપરેશન ચાલુ કર્યા. હજુ ઓપરેશન અરધે પહોંચ્યું ત્યાં વીશીમાં સપડાઇને મુંઝાયેલા ને ઝેરી દવા પી ને આત્મહત્યાની કોશિષ કરેલ એક આશાસ્પદ યુવક નો કેસ આવ્યો, હવે ? ઓપરેશન નુ દરદી તો સ્પાઇનલ ની અસર હેઠળ સ્થિર હતું, એટલે અધવચ્ચે નીકળી ને મેં, ઝેરી દવા વાળા યુવકને એટેન્ડ કર્યો અને એને તાત્કાલિક ગળામાં ટ્યુબ, જઠર સુધી નાખીને દવા બહાર ખેંચવાનું મહત્વનું કામ શરુ કરી દીધું ને બધી જ દવા બહાર ખેંચી લીધી અને જઠર પુષ્કળ પ્રવાહીથી ધોઇ નાખ્યું, પાંચ મીનીટમાં પુરુ, ને જે દવા શોષાઇ ગઇ હતી એના મારણ માટે એટ્રોપીન પામ જેવી દવાઓ તો અમારો કેળવાયેલો સ્ટાફ આપી દેવાનો હતો અને હું ફરીથી અધૂરા મુકેલા ઓપરેશનમાં લાગી ગયો.
આવું તો ઘણીવાર બનેલું પણ ક્યારેય દર્દીને સારવાર વિના રહેવા દીધા નથી. એ સમયે અમારા નર્સ બહેનો પણ એકદમ કર્મિષ્ઠ હતાં ને ડ્યુટી નો સમય ગણતા જ નહીં ને પ્રજા પણ અમારી ખામીઓ જોવા કરતાં મદદરૂપ થવા પ્રયત્ન કરતી."