11/01/2025
ઝઘડિયાના નવ નિયુક્ત એએસપી દ્વારા રાણીપુરા ગામે વિલેજ વિઝીટ, રાણીપુરા ગામની પ્રાથમિક શાળા મધ્યાન ભોજન રસોડું તથા કેજીબીવીની મુલાકાત લીધી, વિલેજ વિઝીટ દરમિયાન ગ્રામજનોને પડતી સમસ્યાઓ તથા તેમના પ્રશ્નો બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી...
ભરૂચના ઝઘડિયા ખાતે ટૂંક સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ઝઘડિયામાં એએસપી ની પોસ્ટની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ઝઘડિયાના એએસપી તરીકે અજય કુમાર મીણાની નિમણૂક કરવામાં આવી હતી, નવનિયુક્ત એએસપી અજય કુમાર મીણા દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે તેમની વિલેજ વિઝીટ કરી હતી, વીજીટ દરમ્યાન એએસપી દ્વારા ઉપસ્થિત સરપંચ મીનાબેન વસાવા, ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય વિશાલ પટેલ, ગામ આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબતે પૂછપરછ કરી હતી અને તેમને પોલીસ તરફથી કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું,
ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ, ચોરીની ઘટનાઓ, કોઈ માથાભારે ઈસમો દ્વારા હેરાનગતિ બાબતે પૂછપરછ કરી હતી અને જો આવી કોઈ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો અથવા તેમનો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું, એએસપી અજય કુમાર મીણાની રાણીપુરા વિલેજ વિઝીટ દરમિયાન તેઓએ રાણીપુરા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યહાન ભોજન રસોડાની મુલાકાત લઈ સંચાલન બાબતે ચર્ચા કરી તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, આ ઉપરાંત રાણીપુરા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલવિદ્યા મંદિર (કેજીબીવી) ની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કેજીબીવી નું સંચાલન કેવી રીતે થાય છે, સંચાલન દરમિયાન કોઈ સમસ્યાઓ બાબતે પૂછપરછ આદરી હતી તથા બાળકીઓની સુરક્ષા બાબતે ના પાસાઓ ચકાસ્યા હતા અને કઈ પણ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
Headline