02/11/2025
*ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ નિમિત્તે એકતાનગર ખાતે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ તથા ભારત પર્વનો ભવ્ય પ્રારંભ*
===
*જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ જનજાતિ સમાજના ગૌરવને ઉજાગર કરતો ઉત્સવ છે આદિજાતિ વિભાગના રાજ્યમંત્રીશ્રી પી.સી. બરંડા*
===
*વિષય નિષ્ણાંતો દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને સંઘર્ષ ગાથા અને અમૂલ્ય યોગદાનથી અવગત કર્યા*
===
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદ્ઘાટન સત્રનો ટેન્ટ સીટી-૨ એકતાનગર ખાતેથી પ્રારંભ કરાવતાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી પી. સી. બરંડાએ જણાવ્યું કે, જનજાતિય સમાજના ગૌરવ દર્શાવવાનો આ ઉત્સવ છે, જળ, જંગલ, જમીનની સાથે જનજાતિઓના અસ્મિતા અને સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021 થી આ ઉજવણીની ઘોષણા કરી હતી. વર્ષ 2047 સુધી આદિજાતિ વિકાસને સુનિશ્ચિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ રોડ મેપ તૈયાર કર્યો છે. વિકસિત ભારતની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય દેશનું રોલ મોડલ બન્યુ છે. આદિજાતિ સમુદાયને શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, પશુપાલન સાથે તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર-રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે.
આજ રોજ રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદના ઉદ્ઘાટન સત્ર દરમિયાન અધ્યાપકો- વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દેશના વિવિધ રાજ્યોના વિષય તજજ્ઞોએ ભગવાન બિરસા મુંડાના જીવનકાર્ય આધારિત વ્યાખ્યાનો તથા સંશોધન પત્રોની રજુઆત તથા વિચાર-વિમર્શ કરાયો હતો. વધુમાં, પ્રાધ્યાપક-શિક્ષકોને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે, ઉદેપુર સાંસદશ્રી મન્નાલાલ રાવત, સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, આદિજાતિ વિકાસ વિભાગ (ગાંધીનગર) અગ્ર સચિવ શ્રીમતી શાહમીના હુસૈન, નિવૃત ચૂંટણી કમિશનર (ગાંધીનગર) શ્રી સંજય પ્રસાદ, ઓરિસ્સાના TRI નિવૃત્ત નિયામકશ્રી એ. બી. ઓટા, ઝારખંડ-રાંચી આદિવાસી કલ્યાણ સંશોધન સંસ્થા શ્રી રાનેન્દ્ર કુમાર, બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી ડૉ. મધુકર પાડવી, નિયામકશ્રી આદિજાતિ વિકાસ શ્રી આશિષ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, વિષય નિષ્ણાંતો, અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
નોંધનીય છે કે, તા. ૦૧ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને સંઘર્ષ ગાથા પ્રદર્શનના માધ્યમથી તેમના અમૂલ્ય યોગદાનથી વિવિધ રાજ્ય