The News Time

The News Time Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The News Time, Media/News Company, Vadodara.

News | Political | Crime | Stories | Sports | Events | Adds

Instagram :https://www.instagram.com/thenewstimegujrati

YouTube :https://www.youtube.com/c/thenewstimeindia

28/08/2026

90ના દાયકાની રાખડી કંઈક અલગ જ હતી… ❤️🥹
ન મોંઘી ગિફ્ટ…
ન હાથમાં મોબાઈલ…
ન પરફેક્ટ ફોટા…
બસ ઘરમાં ભાઈ-બહેનો અને કઝિન્સની ધમાલ, ઘરે બનાવેલી મીઠાઈ, નાની-નાની ગિફ્ટ, એક હાથ પર ઢગલાબંધ રાખડીઓ અને વાત વાતમાં થતી મસ્તીભરી લડાઈઓ… ❤️
એ સમયે ખબર પણ નહોતી કે આપણે જીવનભરની યાદો બનાવી રહ્યા છીએ. 🥹
સમય સાથે મોટા થઈ ગયા, વ્યસ્ત થઈ ગયા અને તહેવારો ઉજવવાની રીત પણ બદલાઈ ગઈ…
પણ જો તમે 90ના દાયકાની આ રાખડી જીવી છે, તો આ લાગણી તમે ચોક્કસ સમજી શકશો. ❤️


Rakhi in the ’90s just felt different.
No expensive gifts.
No phones in our hands.
No perfect pictures.

28/08/2026

રક્ષાબંધનના દિવસે વડોદરામાં ખાણીપીણીની દુકાનો પર ભારે ભીડ! એક તરફ VMCની ચેકિંગ, તો બીજી તરફ સવાલ—લોકોને શું પીરસાય છે?
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર વડોદરામાં ખાવાના શોખીનોની ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાં ભારે ભીડ જોવા મળી.
એક તરફ VMCના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ તહેવારના દિવસે ખાણીપીણીના સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
🤔 સવાલ એ છે કે ગ્રાહકોને ખરેખર સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક પીરસાઈ રહ્યો છે કે નહીં?
VMCનું ચેકિંગ કેટલું અસરકારક છે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કેટલું થાય છે—તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

Huge Crowd at Food Outlets in Vadodara on Raksha Bandhan!

27/08/2026

નેપાળમાં ફસાયેલા વડોદરાના સ્વજનો માટે 4 પરિવારે માંગી મદદ! સાંસદ હેમાંગ જોશીનું મહત્વનું નિવેદન
નેપાળમાં જળપ્રલય અને પૂરની સ્થિતિ વચ્ચે અનેક ભારતીય નાગરિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન વડોદરાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
ડૉ. હેમાંગ જોશીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં આશરે 5 લોકો દ્વારા મદદ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાં 3 નાગરિકો મૂળ ન્યૂઝીલેન્ડના હોવાનું સામે આવ્યું છે, જ્યારે વડોદરાના 4 પરિવારે નેપાળમાં ફસાયેલા પોતાના સ્વજનોને લઈને મદદ માંગી છે.
સાંસદના જણાવ્યા મુજબ, આજે સાંજ સુધીમાં નેપાળમાં ફસાયેલા નાગરિકોની સંપૂર્ણ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ નેપાળ સરકાર સાથે સંપર્ક કરીને ફસાયેલા નાગરિકોની સુરક્ષા અને તેમને હેમખેમ પરત લાવવા અંગે જરૂરી સંકલન કરવામાં આવશે.
🙏 મુશ્કેલીમાં ફસાયેલા લોકોની માહિતી સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવા અપીલ.

Four Vadodara Families Seek Help for Relatives Stranded in Nepal Amid Floods!

27/08/2026

શ્રીજી પંડાલ હટાવવાની ચીમકીથી કિશનવાડીમાં ગરમાયો માહોલ! સ્થાનિકોમાં રોષ
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં શ્રીજી પંડાલને લઈને વિવાદ સર્જાયો છે. મહાદેવ ચોક પાસે બની રહેલા ગણેશ પંડાલને રસ્તા પર નડતરરૂપ ગણાવી VMCની ટીમ તેને હટાવવા પહોંચતા સ્થાનિકોનું ટોળું એકત્રિત થયું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહાદેવ ચોક ખાતે છેલ્લા 40 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષે પણ ગણેશોત્સવની તૈયારી હેઠળ પંડાલ બનાવવામાં આવી રહ્યો હતો.
આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર દ્વારા પંડાલ તાત્કાલિક હટાવવાની સૂચના આપવામાં આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. પંડાલ સ્વૈચ્છિક રીતે નહીં હટાવવામાં આવે તો સાંજે JCB લાવી તોડી પાડવાની ચીમકી અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
મામલો ગરમાતા સ્થાનિક ભાજપ કાઉન્સિલર મનોજ શાહ સ્થળ પર પહોંચ્યા હતા અને પંડાલ નહીં હટાવવાની ખાતરી આપતાં વિવાદ હાલ શાંત પડ્યો હતો.
મનોજ શાહે ડેપ્યુટી કમિશનરના વલણ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત પણ કરી છે.

Tension in Kishanwadi Over Threat to Remove Ganesh Pandal! Locals Protest VMC Action!

27/08/2026

મોબાઇલ ટાવરના કિંમતી ASIB કાર્ડ ચોરતી ટોળકી ઝડપાઈ! 3 આરોપીઓની ધરપકડ!
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે મોબાઇલ ટાવરમાંથી કિંમતી ASIB કાર્ડની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે ગાજરાવાડી સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસેથી કારમાં શંકાસ્પદ હાલતમાં પુરનસિંહ રાઠોડ, રાજેશ પઢીયાર અને સંજય કોલીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ મુજબ, પુરનસિંહ અને રાજેશ મોબાઇલ ટાવર કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કરતા હતા અને ટાવરની ટેકનિકલ માહિતીથી વાકેફ હતા. બંનેએ વડોદરાની અલગ-અલગ 5 જગ્યાએથી ASIB કાર્ડની ચોરી કરી હતી.
ચોરી કરેલા કાર્ડ્સ તેમણે સુપરવાઇઝર તરીકે કામ કરતા સંજયને આપ્યા હતા અને તેને વેચીને આશરે ₹50 હજાર મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી ₹49 હજાર રોકડા અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ અટલાદરા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.

Mobile Tower ASIB Card Theft Gang Busted in Vadodara! 3 Arrested!

27/08/2026

અકોટાના બોગસ ડોક્ટરના ભયાનક કરતૂતો! 10 ફેલ હોવા છતાં બેભાન કર્યા વગર ગરમ ચીપિયાથી ઓપરેશનનો આક્ષેપ
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી ‘પ્રેમિલા ક્લિનિક’ પર પોલીસે દરોડો પાડી બિસ્વજિત હલદાર ઉર્ફે ‘બી. દલાલ’ની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળનો બિસ્વજિત હલદાર ધોરણ-10 ફેલ હોવા છતાં કથિત રીતે બોગસ B.I.A.M.S. ડિગ્રીના આધારે દર્દીઓની સારવાર કરતો હતો.
આરોપ છે કે તે દર્દીઓ પાસેથી ₹25 હજાર સુધીની ફી વસૂલતો અને હરસ-મસાની સારવાર દરમિયાન બેભાન કર્યા વગર ગરમ ચીપિયાનો ઉપયોગ કરીને ઓપરેશન કરતો હતો.
પોલીસ હવે કથિત બોગસ ડિગ્રી ક્યાંથી મેળવી અને આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.
A suspected fake doctor was arrested after police raided Premila Clinic in Vadodara’s Akota area.
According to police, Biswajit Haldar alias “B. Dalal”, from West Bengal, allegedly used a fake B.I.A.M.S. degree to present himself as a qualified doctor. Police allege that he charged patients up to ₹25,000 and performed piles and hemorrhoid procedures without anesthesia, reportedly using heated tongs.
Authorities are now investigating the alleged fake degree and whether others were involved in the operation of the clinic.

Shocking Fake Doctor Case in Akota! Class 10 Fail Allegedly Performed Surgery Without Anesthesia!

27/08/2026

3 દિવસથી લાપતા 13 વર્ષીય કાનવ શાહનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યો
ભરૂચમાં ગત 24 ઓગસ્ટે નિજધામ સોસાયટીમાંથી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયેલા 13 વર્ષીય કાનવ શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવ્યો છે.
મકતમપુર ગામ સામે નર્મદા નદીના કિનારેથી કાનવનો મૃતદેહ મળી આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા, સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સહિતની ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ત્રણ દિવસની શોધખોળ બાદ કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
હાલ કાનવના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
A tragic end to the search for 13-year-old Kanav Shah, who had been missing since August 24 after leaving his home in Nijdham Society, Bharuch.
Kanav’s body was reportedly recovered from the Narmada River near the Makamtampur village area following a search operation involving Bharuch Municipality officials, local boatmen and social worker Dharmesh Solanki.
The recovery has left Kanav’s family devastated, while a wave of grief has spread across the area.
Police have begun further investigation to determine the exact circumstances surrounding the child’s death.

13-Year-Old Kanav Shah, Missing for 3 Days, Found Dead in Narmada River!

26/08/2026

ટ્રાવેલ્સ બસમાંથી 944 દારૂની બોટલ-બિયર ટીન ઝડપાયા! ₹21.08 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી ઝડપાયા
વડોદરાની હરણી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટી સફળતા મળી છે. હાલોલ તરફથી ગોલ્ડન બ્રિજ તરફ આવી રહેલી ટ્રાવેલ્સ બસને રોકી પોલીસે તપાસ હાથ ધરી હતી.
બસની સામાન રાખવાની ડેકીમાંથી અલગ-અલગ બ્રાન્ડની 944 દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત આશરે ₹5.98 લાખ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે દારૂના જથ્થા ઉપરાંત બે મોબાઇલ ફોન અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ટ્રાવેલ્સ બસ સહિત કુલ ₹21.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે બસના ડ્રાઇવર સાદીકઅલી સૈયદ અને કંડક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેન માલાકાલની ધરપકડ કરી છે, જ્યારે પવન નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara: 944 Liquor Bottles & Beer Cans Seized From Travel Bus; Two Arrested!

26/08/2026

હોટેલમાં છુપાયેલા ગુજસીટોકના 2 કુખ્યાત આરોપી ઝડપાયા! ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરણી રોડ પર આવેલી ગોલ્ડન વ્યુ હોટેલમાંથી હિમાંશુ ઉર્ફે હેરી રમેશ લુધવાણી અને વરુણ ઉર્ફે જેટલી નંદલાલ હેમાણીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, હિમાંશુ લુધવાણી વારસિયા પોલીસ સ્ટેશનના ગુજસીટોક કેસમાં વોન્ટેડ હતો. તેની સામે અગાઉ આશરે 16 ગુનાઓ નોંધાયેલા હોવાનું અને તે ત્રણ વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું પોલીસનું કહેવું છે.
ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

Two Notorious GUJCTOC Accused Hiding in Hotel Arrested by Vadodara Crime Branch!

26/08/2026

નેપાળમાં ફસાયેલા વડોદરાના લોકો માટે સાંસદ હેમાંગ જોશીની હેલ્પલાઈન જાહેર!
નેપાળમાં પૂર અને જળપ્રલયની સ્થિતિ વચ્ચે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ વડોદરાના નાગરિકો માટે મદદનો હાથ લંબાવ્યો છે.
નેપાળમાં ફસાયેલા વડોદરા લોકસભા વિસ્તારના નાગરિકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે જરૂરી વિગતો WhatsApp નંબર 77788 26034 પર મોકલવા અપીલ કરવામાં આવી છે.
📌 મોકલવાની વિગતો:
• મુસાફરનું નામ
• પાસપોર્ટ નંબર
• મોબાઇલ નંબર
• નેપાળમાં હાલનું લોકેશન
• કેટલા લોકો ફસાયેલા છે તેની માહિતી
• વડોદરામાં સગાનું નામ
• સંપર્ક નંબર અને સરનામું
આ વિગતોના આધારે જરૂરી સંકલન કરીને નેપાળમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે વડોદરા પરત લાવવાના પ્રયાસો કરવામાં આવશે.
🙏 આ માહિતી જરૂરિયાતમંદ લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવા અપીલ.

Helpline Announced for Vadodara Residents Stranded in Nepal Amid Floods!

Address

Vadodara
390008

Alerts

Be the first to know and let us send you an email when The News Time posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The News Time:

Shortcuts

Share