06/09/2025
મહીસાગર નદી બે કાંઠે..જુવો છલોછલ વહેતી મહીનો નજારો!
મહીસાગર નદીમાં સતત વધતા પાણીના પ્રવાહને
કારણે નદીના બે કાંઠે વસેલા ગામોને તંત્ર દ્વારા
સાવચેત કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને
કારણે નદીમાં જળસ્તર વધી રહ્યો છે, જેના પગલે નદી
કિનારા નજીકનાં વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિ
સર્જાઈ શકે છે. તંત્ર એલર્ટ મોડ પર કાર્યરત થઈ ગયું
છે,સતત વધતા પાણીના પ્રવાહ વચ્ચે મહીસાગર નદી
બે કાંઠે વહી રહી છે,પાણીથી છલોછલ જોવા મળતી મહીસાગર નદીનો સુંદર નજારો સામે આવ્યો છે..