12/01/2026
શિનોર તાલુકાની સાધલી ગ્રામ પંચાયતદ્વારા માઇક થી જાહેરાત કરેલ કે જાહેર જગ્યાએ, ટ્રાફિકને નડતરરૂપ પતંગોની દુકાનો કે દોરા સુતવા નહીં, વેરાઈ માતા મંદિર પાસે દુકાનો કરવી અને પંચાયતમાં તેની નોંધ કરાવવી.
સાધલી ગ્રામ પંચાયત દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2025 ના રોજ ગામમાં તથા બજારમાં માઈક ઉપર જાહેરાત કરાવેલ કે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈપણ ઈસમે જાહેર સ્થળો પર પતંગો ની દુકાનો કરવી નહીં અને જાહેરમાં નડતરરૂપ કોઈપણ જગ્યાએ ચરખાથી દોરા સુતવા નહીં. અને ખાસ બસ સ્ટેન્ડ પાસે, અપના બજારમાં ,સરદાર પટેલની પ્રતિમા પાસે તથા સરકારી દવાખાનાની નજીક ટ્રાફિકને નડતરરૂપ કોઈપણ જગ્યાએ પતંગો ની દુકાનો કરવી નહીં અને જેને દુકાનો કરવી હોય તે વેરાઈ માતા મંદિરના રસ્તા ઉપર કરવી અને તેની જાણ પંચાયત ઓફિસમાં કરવાની રહેશે.
પંચાયતની આ જાહેરાતનું વેપારીઓ અને દોરા સુતનારા તથા ગેસવાળા ફુગ્ગા વેચનારાઓએ સુરસુરિયું કરી નાંખેલ છે અને સરકારી દવાખાના ની આજુબાજુ તથા અપના બજારમાં અને જાહેર રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ દર વર્ષની જેમ હાટડીઓ ઊભી કરી દીધેલ છે ,આમ ગ્રામ પંચાયતની જાહેરાતનું સુરસુરિયું થઈ ગયું હોવા છતાં પણ ગ્રામ પંચાયત સદંતર મૌન છે ,જેથી વેપારીઓ તથા પંચાયત વચ્ચે કોઈ વ્યવહારની શંકા કુશંકા ઊભી થયાની ચર્ચાએ જોર પકડેલ છે.
હસમુખ પટેલ સાધલી.