Yuug Abhiyaan Times

28/07/2025

રાજકોટ: ગોંડલ કોર્ટમાં એડવોકેટ ભૂમિકા પટેલે રેન્જ આઈજી સહિત નાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી.. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના લેટરહેડ ઉપર પોલીસના લોગો સાથે ખોટી હકીકત સાથે પ્રેસ રિલીઝ કરવા સામે ફરિયાદ..

28/07/2025

સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માગ આસમાને પહોંચી છે. 'બ્રહ્મોસ રાખડી' તરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારે, સોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે, 5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે.

ડી. ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોકસીએ આ પહેલ વિશે જણાવ્યું કે, 'આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક હતું. ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઈલના સ્વરૂપને અમે ચાંદી અને સોનામાં બનાવીને રાખડી બનાવી છે. લોકો તેને ખૂબ સારી રીતે વખાણી રહ્યા છે અને રાખડી લેવા માટે પણ આવી રહ્યા છે.' તેમણે ઉમેર્યું કે, 'અમે હાલ સોના અને ચાંદીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને તેને બજેટમાં આવે તેવી રીતે રાખડી બનાવી છે. જ્યારે બ્રહ્મોસ મિસાઈલની રાખડી બનાવવામાં આવે ત્યારે તે તિરંગામાં જ હોવી જોઈએ, આ હેતુથી અમે રાખડીની દોરી તિરંગા ડિઝાઈનમાં રાખી છે.
દીપક ચોકસીએ વધુમાં જણાવ્યું કે, 'આ રાખડી અમે સિલ્વર અને હાલ સોનાના ભાવ વધતાં 9 કેરેટ ગોલ્ડમાં બનાવી છે, જેને લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. આ લાઇટવેટ અને ખૂબ જ એક્સપેન્સિવ લાગે તેવી રાખડી છે.' તેમણે ઉમેર્યું કે તેમના શોરૂમમાં 500 રૂપિયાથી લઈને 'નો લિમિટ' સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે, જેને રાખડી તરીકે પહેર્યા પછી પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે. 'બહેનનો જે રક્ષાનો પ્રતીક છે તે વર્ષોવર્ષ રહે તે માટે અમે પેન્ડન્ટની ડિઝાઈનમાં પણ રાખડીઓ બનાવીએ છીએ.

28/07/2025

જાબવા ગામ ખાતે આવેલી નદીમાં વરસાદના લીધે જલ સપાટી વધી..

28/07/2025

અંકલેશ્વર વરસાદી મોસમમાં સરિસૃપો બહાર આવવાના બનાવો વધતા ફરી એક વખત સ્નેક રેસ્ક્યુનો બનાવ નોંધાયો છે. સેફરોન એપાર્ટમેન્ટ, હાસોટ રોડ ખાતે "સીતા માતાની ઓઢણ" તરીકે ઓળખાતા સાપો નીકળતા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એનિમલ લવર્સ અંકલેશ્વર ગ્રુપના પ્રમુખ કૌશિકભાઈ પટેલને જાણ થતા સાપોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યા હતા. કૌશિક ભાઈ ના કહ્યા મુજબ મુજબ, સીતા માતાની ઓઢણ એવી જાતિનો સાપ છે જે નિર્દોષ હોય છે અને સામાન્ય રીતે માનવજીવન માટે હાનિકારક નથી.

28/07/2025

નવરચના સ્કુલ બસ થાંભલા સાથે ધડાકા ભેર અથડાઈ

28/07/2025

ભ્રષ્ટાચારની ચાડી ખાતા રસ્તા પરના ભુવાઓ...

28/07/2025

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબ, રાત્રિના લગભગ 3:00 થી 3:30 દરમિયાન બે અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળી ભયભીત થઈ ગયા હતા અને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા. સાથે લાવેલા હથિયાર – કુવાડી, હથોડી અને લોખંડ નો સળિયો પણ મંદિર પરિસરમાં જ મુકી દીધા હતા અને તુરંત ભાગી છૂટ્યા હતા.

28/07/2025

વરસી રહેલ વરસાદને લઇ આગામી ત્રણ કલાક માટે વડોદરા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેને લઈને વડોદરા મહાનગર પાલિકા તંત્ર અને સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા અને આપત્તિ પ્રબંધનને મજબૂત બનાવવાના હેતુથી ફાયર બ્રિગેડ દ્વારા કુલ 8એલર્ટ ટીમો તૈયાર કરવામાં આવી છે. તમામ ટીમોને નીચાણવાળા વિસ્તારમાં અને સંભવિત જોખમ ધરાવતી જગ્યા પર તૈનાત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરોમાં રહે, નદી કે નાળાની નજીક ન જાય અને વધુ માહિતી માટે સત્તાવાર સંદેશોને અનુસરે.

28/07/2025

વડોદરા - રાવપુરા પોસ્ટ ઓફિસ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાઈ થતા અનેકો વાહન દબાયા.

28/07/2025

નટરાજ ટાઉનશિપ પાસે આવેલ નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા.

28/07/2025

ઉપર વાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ.

28/07/2025

શહેરમાં વરસી રહેલા વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી..

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Yuug Abhiyaan Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category