22/08/2026
LIVE | રક્ષાબંધન પર્વની ઉજવણી
વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રક્ષાબંધનના પાવન અવસરે વાઘોડિયા વિધાનસભા વિસ્તારની માતાઓ અને બહેનો સાથે સ્નેહભરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાખડીના પવિત્ર તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં માતાઓ-બહેનો ઉપસ્થિત રહી ધારાસભ્યને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવી રહી છે. કાર્યક્રમમાં આત્મીયતા, ભાઈ-બહેનના પ્રેમ અને સામાજિક એકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થળ: લીલેરિયા પાર્ટી પ્લોટ, સમા-સાવલી રોડ, વડોદરા