30/01/2024
કોની રહેમરાહ હેઠળ ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા? લોકોનો આક્ષેપ છે કે ખુલ્લેઆમ વેચાતો દેશીદારૂ કેમ પોલીસને નથી દેખાતો
આ જુઓ..! દેશી દારૂના અડ્ડાઓ પર ખુલ્લેઆમ થતી રેલમછેલનો વીડિયો વાયરલ, પોલીસ કયા નશામાં?
વડોદરામાં ફરી ખુલ્લામાં દેશીદારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે. ખુલ્લેઆમ દેશી દારૂ વેચાણ અને લોકો દારૂ પીતા જોવા મળ્યા છે.અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલી રહી છે દારૂની હાટડીઓ.વડોદરાના કલાલી ચાણક્ય નગરી વુડા ના મકાન માં દેશીદારૂના અડ્ડાનો વીડિયો થયો વાયરલ .આ વીડિયો સ્થાનિકો દ્વારા જ વાયરલ કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ચાણક્ય નગરી હમણાં જ નવા બનેલા અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છે. સ્થાનિકોનો દાવો છે કે વુડા ના મકાનમાં બેફામ રીતે દેશીદારૂ નું વેચાણ થાય છે.... BNA News Vadodara, Gujarat, India Gujarat Baroda, Gujarat, India