02/08/2025
વડોદરા મહાનગર પાલિકાના ખોરાક શાખા દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી.
વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફુડ બીઝનેસ ઓપરેટરોના કૂલ ૧૫ જેટલા ખાદ્ય પદાર્થોના યુનિટ પર ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન ૩૦ જેટલા ખાદ્યપદાર્થોના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ, ૦૩ ફુડ બીઝનેશ ઓપરેટરોને શીડ્યુલ-૪ ની નોટીસ આપવામાં આવેલ, ૦૩ પ્રી-ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ અને ૦૨ પોસ્ટ ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ તથા મોબાઇલ ફુડ ટેસ્ટીંગ વાન (ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ) દ્વારા ૩૪ જેટલા ખાદ્યપદાર્થોના નમુનાનું સ્થળ પરજ ટેસ્ટીંગ કરવામાં આવેલ.
માંજલપુર વિસ્તાર દરબાર ચોકડી પાસે આવેલ રીટેલર – હોલસેલર - રીલાયન્સ મોલમાં ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન પરીમલ રાઇસ લુઝ, બાસમતી તીબાર રાઇસ, ઇન્ડીપેન્ડન્સ બીરીયાની સ્પેશીયલ બાસમતી રાઇસ, એલીના ગ્રેન રાઇસ, ઇન્ડીયાગેટ જીરા રાઇસ, કોહીનુર બાસમતી રાઇસ, ગુડલાઇટ બોઇલ્ડ કોલમ રાઇસ, દાવત બીરીયાની બાસમતી રાઇસ, જીરાસર રાઇસ લુઝ, ગુડલાઇટ બીરીયાની બાસમતી રાઇસના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ.
માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ રેસ્ટોરન્ટ - લાપીનોઝ પીઝ્ઝાની ફરીયાદ આવેલ હોવાથી સદર યુનિટ પર ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન ફુડ બીઝનેસ ઓપરેટરને ચીમની લગાવવા માટે શીડ્યુલ-૪ ની નોટીસ આપવાની કામગીરી કરવામાં આવેલ.
માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ રેસ્ટોરન્ટ - પીઝીનોઝ પીઝ્ઝાની ફરીયાદ આવેલ હોવાથી સદર યુનિટ પર ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન ફુડ બીઝનેસ ઓપરેટરને ચીમની લગાવવા માટે શીડ્યુલ-૪ ની નોટીસ આપવાની કામગીરી કરવામાં આવેલ.
વાસણા – ગોત્રી રોડ પર આવેલ રીટેલર – હોલસેલર – બંસલ સુપર માર્કેટમાં ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન ૧૦ પ્રકારના જુદાજુદા લુઝ રાઇસના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ.
ચોખંડી વિસ્તારમાં આવેલ રીટેલર - ગાંધી હરીવદન મોહનલાલમાં ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન દાવત બાસમતી રાઇસ, ફોરચ્યુન બાસમતી રાઇસ, ઇન્ડીયાગેટ બાસમતી રાઇસ, દાવત બ્રાઉન રાઇસના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ.
ચોખંડી વિસ્તારમાં આવેલ રીટેલર – જય ગણેશ ટ્રેડીંગમાં ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન બાસમતી રાઇસ લુઝ, વાડા કોલમ રાઇસ લુઝના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ.
ચોખંડી વિસ્તારમાં આવેલ રીટેલર – રાણા રણછોડભાઇ છોટાલાલ (પાદરાવાળા)માં ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન સ્ટીમ રાઇસ લુઝ અને જેબા બાસમતી રાઇસના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ.
ચોખંડી વિસ્તારમાં આવેલ રીટેલર – શ્રી ગણેશ ગ્રેનશોપમાં ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન સ્ટીમ બાસમતી રાઇસ અને બોઇલ્ડ બાસમતી રાઇસના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ.
અટલાદરા વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ – શ્રીજી કેફેમાં પ્રી-ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ.
અકોટા વિસ્તારમાં આવેલ ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ – બીગ બેન્ગ કેફેમાં પોસ્ટ ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ.
મુજમહુડા વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ – પટીયાલા હાઉસમાં પ્રી-ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ.
અકોટા વિસ્તારમાં આવેલ કેટરીંગ સર્વિસીસ – આત્મીય હોસ્પીટાલીટીમાં પોસ્ટ ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ.
રાવપુરા વિસ્તારમાં આવેલ હોલસેલર – રીપેકર – શ્રી ફુડ માર્ટમાં પ્રી-ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ.
આજવા રોડ, મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ હોકર - મહાકાળી છોલે ભટુરેની ફરીયાદ આવેલ જેથી સદર યુનિટ પર ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન જણાઇ આવતા શીડ્યુલ-૪ ની નોટીસ આપવામાં આવેલ.
વાઘોડીયા રોડ, વૃન્દાવન ચાર રસ્તા પર આવેલ રીટેલર - જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ પર ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવેલ.
માંજલપુર, તુલસીધામ ચાર રસ્તા પર આવેલ રેસ્ટોરન્ટમાંથી વડોદરા મહાનગરપાલિકાના મોબાઇલ ટેસ્ટીંગ વાન (ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ) દ્વારા ખાદ્યપદાર્થોના જુદાજુદા પ્રકારના આશરે ૩૪ જેટલા નમુના જેવાકે મરચુ પાવડર, રેડ ચટણી, પીઝાસોસ, ચીઝ, પનીર વિગેરેનું સ્થળ પરજ ટેસ્ટીંગ કરવામાં આવેલ દરમ્યાન ૦૬ જેટલી રેસ્ટોરન્ટના ફુડ વેન્ડર્સ અને વર્કર્સને ટ્રેનીંગ અને અવેરનેસ કરવામાં આવેલ એમાં ‘શિડ્યુલ ૪’ ની નોટિસ પ્રમાણે સ્વચ્છતા જાળવવાનું માર્ગદર્શન આપવામાં આવેલ.
B in News
ઇન્દ્રવદન રાઠોડ રંગ દે બસંતી
વડોદરા ગુજરાત
9173290460