आम्ही बरौडेकर

आम्ही बरौडेकर ગુજરાતમાં વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું ક્લાનગરી, સંસ્કારી નગરી અને ઉત્સવ પ્રિય નગર એટલે વડોદરા. I Love Vadodara

18/09/2025

વડોદરા ઓછી પાણીપુરી મળતાં મહિલાનું મગજ ગયું, રસ્તા પર બેસીને લારી બંધ કરાવવાની કરી માંગ

વડોદરામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, સુરસાગર પાસે ઓછી પાણીપુરી મળતાં એક મહિલા ગુસ્સે થઈને રસ્તા પર જ બેસી ગઈ. તેણે પોલીસ બોલાવીને લારી બંધ કરાવવાની માંગ કરી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી, ત્યારે લારીવાળાએ જણાવ્યું કે મહિલા અસ્થિર મગજની હોય તેવું લાગે છે અંતે, પોલીસે સમજાવીને મહિલાને રસ્તા પરથી હટાવી અને પરિસ્થિતિ થાળે પાડી. આ ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.








#आम्हीबरौडेकर

18/09/2025

નવરાત્રી પર્વ પહેલાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની આગેવાનીમાં વડોદરા પોલીસ નું ""શક્તિ'' પ્રદર્શન... 💪🏻

#ગુજરાત #आम्हीबरौडेकर #વડોદરા

18/09/2025

જુઓ વડોદરામાં નવરાત્રી મહોત્સવ માટેના
આમંત્રણ પર વિદેશી મહેમાને શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદભુત રીતે સફળ વાઇબ્રન્ટ ગુજરાતના અનુકરણીય પ્રયોગ બાદ યુવા સાંસદનો આવકારદાયી અભિગમ

નવરાત્રી દરમિયાન રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, નેપાળ સહિત વિવિધ સાત દેશોના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનશે

શિક્ષણ, વ્યાપાર તથા કલા ક્ષેત્રે વડોદરાને વૈશ્વિક સ્તરે સ્થાન મળે તેવો ઉમદા આશય

25 જેટલા પ્રતિનિધિઓ ગરબાનો આનંદ માણવાની સાથે શહેરના ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સંસ્થાનો અને યુનિવર્સિટીઓની પણ મુલાકાત કરશે

આગામી વર્ષ 2047માં ભારતને એક વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બનાવી વિશ્વગુરુ બનાવવાના લક્ષ સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃતનીશ્ચયી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દીર્ઘદ્રષ્ટા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રયોગ અમલમાં મૂક્યો હતો. વડાપ્રધાનનો આ પ્રયોગ અદભુત રીતે સફળ થવાની સાથે તે વિશ્વ સ્તરે આવકારદાયી અને અનુકરણીય પુરવાર થયો હતો. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વાઇબ્રન્ટ ગુજરાતના સફળ પ્રયોગને નિત નવા લક્ષ્યાંકો સાથે આગળ ધપાવી તેને એક નવી ઊંચાઈએ લઈ ગયા છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીના આ સફળ અને અનુકરણીય પ્રયોગથી પ્રેરાઈને શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ૨૦૨૫ના રૂપમાં એક નવતર પહેલ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેપાળ સહિત વિવિધ સાત દેશોના પ્રતિનિધિઓ સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બનશે. વડોદરાની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના આ પ્રતિનિધિઓ કલા, વ્યાપાર અને શૈક્ષણિક આદાન પ્રદાનના ભાગરૂપે વિશ્વસ્તરે નામના મેળવનાર શહેરના ઔદ્યોગિક સંગઠનો, અન્ય સંસ્થાનોની પણ મુલાકાત કરશે.




#आम्हीबरौडेकर #

18/09/2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદભુત રીતે સફળ વાઇબ્રન્ટ ગુજરાતના અનુકરણીય પ્રયોગ બાદ યુવા સાંસદનો આવકારદાયી અભિગમ

નવરાત્રી દરમિયાન રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, નેપાળ સહિત વિવિધ સાત દેશોના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનશે

શિક્ષણ, વ્યાપાર તથા કલા ક્ષેત્રે વડોદરાને વૈશ્વિક સ્તરે સ્થાન મળે તેવો ઉમદા આશય

25 જેટલા પ્રતિનિધિઓ ગરબાનો આનંદ માણવાની સાથે શહેરના ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સંસ્થાનો અને યુનિવર્સિટીઓની પણ મુલાકાત કરશે

આગામી વર્ષ 2047માં ભારતને એક વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બનાવી વિશ્વગુરુ બનાવવાના લક્ષ સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃતનીશ્ચયી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દીર્ઘદ્રષ્ટા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રયોગ અમલમાં મૂક્યો હતો. વડાપ્રધાનનો આ પ્રયોગ અદભુત રીતે સફળ થવાની સાથે તે વિશ્વ સ્તરે આવકારદાયી અને અનુકરણીય પુરવાર થયો હતો. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વાઇબ્રન્ટ ગુજરાતના સફળ પ્રયોગને નિત નવા લક્ષ્યાંકો સાથે આગળ ધપાવી તેને એક નવી ઊંચાઈએ લઈ ગયા છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીના આ સફળ અને અનુકરણીય પ્રયોગથી પ્રેરાઈને શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ૨૦૨૫ના રૂપમાં એક નવતર પહેલ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેપાળ સહિત વિવિધ સાત દેશોના પ્રતિનિધિઓ સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બનશે. વડોદરાની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના આ પ્રતિનિધિઓ કલા, વ્યાપાર અને શૈક્ષણિક આદાન પ્રદાનના ભાગરૂપે વિશ્વસ્તરે નામના મેળવનાર શહેરના ઔદ્યોગિક સંગઠનો, અન્ય સંસ્થાનોની પણ મુલાકાત કરશે.

બ્રિક્સ-BRICSદ્વારા આયોજિત સંમેલનમાં ભાગ લેવા શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી હાલ બ્રાઝિલના વિદેશ પ્રવાસે છે. આવનારા સમયમાં કલા, શિક્ષણ અને વેપાર ક્ષેત્રે વડોદરાને વિશ્વસ્તરે નામના મળે તેવા પ્રયાસોના ભાગરૂપે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ તાજેતરના વિદેશ પ્રવાસ દરમિયાન રશિયા, ઓસ્ટ્રેલિયા,દક્ષિણ આફ્રિકા, માલ્ડિવ્સ, પેરુ, ઉઝબેકિસ્તાન, સ્લોવાકીયા, તાન્ઝાનિયા, શ્રીલંકા તેમજ નેપાળ સહિત નવ દેશોના પ્રતિનિધિઓને નવરાત્રીના તહેવાર દરમિયાન વડોદરાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. યુવા સાંસદના આમંત્રણને માન આપી વિવિધ દેશોના 25 મહાનુભાવો નવરાત્રીના તહેવાર દરમિયાન સંસ્કારી નગરીની મુલાકાત લેનાર છે. મુલાકાત દરમિયાન આ પ્રતિનિધિઓ શહેરમાં પ્રાચીન અને પૌરાણીક રીતે રમાતા પરંપરાગત ગરબા, શેરી ગરબા, વિશ્વપ્રસિદ્ધ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા તથા ફાઇન આર્ટ્સના ગરબાસ્થળોની મુલાકાત લઇ ગરબાની મુલાકાત માણશે.

પ્રતિનિધિ મંડળ વિવિધ સ્થળો ની મુલાકાત પણ કરશે :
- અમૂલ ડેરી પ્લાન્ટ
- ⁠લક્ષ્મી વિલાસ પેલેસ
- ⁠ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય
- ⁠એમ એસ યુનિવર્સિટી ઓફ બરોડા
- ⁠નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા
- ⁠પારુલ યુનિવર્સિટી
- ⁠VCCI તથા FGI ના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત.

વડોદરા ના ગરબા જ્યારે સમગ્ર વિશ્વ માં પ્રખ્યાત હોય ત્યારે પ્રત્યેક દેશ સુધી વડોદરા ની કલા સંસ્કૃતિ ના વારસા નો પરિચય થાય એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં વડોદરાની મુલાકાત દરમિયાન આ વિદેશી મહેમાનો શહેરની આસપાસના ઉદ્યોગો, ઔદ્યોગિક સંસ્થાનો તેમજ ઔદ્યોગિક સંસ્થાનોના સફળ સંચાલકો તથા શહેરના અન્ય સંસ્થાનો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત કરી કલા શિક્ષણ અને વ્યાપાર ક્ષેત્રે આદાન-પ્રદાન માટેની અન્ય નવી વધુ તકો ઉભી કરવાની દિશામાં એક ડગ આગળ માંડશે.

આ પ્રતિનિધી મંડળમાં સાંસદો , સરકારી અધિકારીઓ, યુવા નેતાઓ, આંતરરાષ્ટ્રીય મીડિયા ના સભ્યો તથા કલાકારો હાજર રહેવાના છે.



#आम्हीबरौडेकर

બાળકોને વાંચનની દુનિયા સુધી પહોંચાડતી – બિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનની “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ60 થી વધુ સરકારી શાળાઓ સુધી...
18/09/2025

બાળકોને વાંચનની દુનિયા સુધી પહોંચાડતી – બિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનની “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ

60 થી વધુ સરકારી શાળાઓ સુધી પહોંચી તથા 4500 થી વધુ વિદ્યાર્થીઓના જીવન પર સકારાત્મક અસર કરી

“સર્વ શિક્ષા અભિયાન” જેવી યોજનાઓને પૂરક બનેલું આ મોડલ

વડોદરાની સરકારી શાળાઓના બાળકોના જીવનમાં જ્ઞાન, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિના નવા રંગો ભરી રહેલી બિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનની “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ આજે સમગ્ર જિલ્લામાં પ્રેરણાસ્ત્રોત બની છે. વર્ષ 2023માં શરૂ થયેલી આ મોબાઇલ લાઇબ્રેરી અત્યાર સુધી 60 થી વધુ શાળાઓ સુધી પહોંચી છે અને 4500 થી વધુ બાળકોના જીવનમાં વાંચનનો પ્રકાશ ફેલાવ્યો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં 500થી વધુ વાર્તા પુસ્તકો, નૈતિક કથાઓ, જીવનચરિત્રો, ગણિત કોયડાં, પંચતંત્ર, અકબર-બીરબલ, રંગીન પ્રવૃત્તિ પુસ્તકો જેવી અનેક સામગ્રી સાથે આ વાન શાળાઓની મુલાકાતે જતી હોય છે.

વ્હીલ્સ પર જ્ઞાન યાત્રા

“લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” જયારે શાળાની મુલાકાતે જાય ત્યારે એક કલાક માટે બાળકોને પોતાના મનગમતા પુસ્તકો વાંચવાની તક મળે છે. સ્વયંસેવકો વિદ્યાર્થીઓની વાંચન આદતોની સમીક્ષા કરે છે, સાથે આરોગ્ય, સ્વચ્છતા અને જીવનકૌશલ્ય જેવી બાબતો પણ શીખવે છે. ઘણા બાળકો માટે આ પહેલી જ વાર છે જ્યારે તેઓ પાઠ્યપુસ્તકો સિવાય અન્ય પુસ્તકો વાંચી રહ્યા છે, જેના કારણે તેમની જિજ્ઞાસા, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને સરકારી શાળાઓના બાળકોને સેવા આપવા માટે રચાયેલ આ મોબાઇલ લાઇબ્રેરી સેવાનો હેતુ સાક્ષરતા વધારવા અને યુવાન વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો પ્રેમ વધારવાનો છે.

“જો બાળકો પુસ્તકાલય સુધી નહીં પહોંચી શકે, તો પુસ્તકાલયને તેમની પાસે લઈ જઈશું”

બાળકો આ વાનની આતુરતાથી રાહ જોતા હોય છે. રંગીન શેલ્ફમાંથી પુસ્તકો પસંદ કરવાની મજા, મિત્રો સાથે વાંચવાનો આનંદ અને સ્વયંસેવકો દ્વારા આરોગ્ય-સ્વચ્છતા, મૂલ્યો અને વાર્તા કથન જેવી પ્રવૃત્તિઓ, આ બધું બાળકોને વાંચનની દુનિયા સાથે જોડે છે. ધોરણ 4, 5, 8, અને 11ના બાળકોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે “પાઠ્યપુસ્તકો સિવાયની” વાંચન સામગ્રી સાથે આ લાઇબ્રેરી બનાવામાં આવી છે.

સંચાલક કિન્નરી હરિયાણીએ જણાવ્યું કે, “અમારું ધ્યેય સાક્ષરતા વધારવું અને યુવા મનમાં સર્જનાત્મકતાનો ચેતનાનો દીવો પ્રગટાવવાનો છે. વંચિત બાળકોને પુસ્તકોનો સીધો સંપર્ક મળે એ માટે જ ‘લાઇબ્રેરી ઑન વ્હીલ્સ’ શરૂ કરી હતી.” બિલિયન લાઇવ્ઝ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરાઈ છે અને દર વર્ષે નવી સરકારી શાળા ઉમેરવામાં આવે છે. વધુ શાળાઓ સુધી પહોંચવા માટે બીજી મોબાઇલ લાઇબ્રેરી ઉમેરવાનું આયોજન કરી રહ્યા છે.

ગુજરાતમાં મોબાઇલ લાઇબ્રેરીનો ઇતિહાસ

ગુજરાત રાજ્યમાં મોબાઇલ લાઇબ્રેરીનો વિચાર નવો નથી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બરોડા રાજ્યમાં જાહેર પુસ્તકાલયની ક્રાંતિ શરૂ કરી હતી અને 1910માં સ્થાપિત સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા ભારતનું પ્રથમ આધુનિક જનપુસ્તકાલય બની. તે સમયથી ગામ-ગામ સુધી “ટ્રાવેલિંગ લાઇબ્રેરી” કે "મોબાઇલ પુસ્તકાલય"ની સેવા શરૂ થઈ હતી. એટલે બાળકો અને સામાન્ય નાગરિકોને પુસ્તકો સુધી સીધું ઍક્સેસ મળી રહે.

આજકાલ બિલિયન લાઈવ્સ ફાઉન્ડેશન જેવી એનજીઓ આ જ વારસાને આધુનિક સ્વરૂપ આપી રહી છે. વડોદરાની સરકારી શાળાઓમાં “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” સર્વ શિક્ષા અભિયાનના લક્ષ્યોને ગતિ આપે છે અને બાળકોમાં વાંચનની ટેવ કેળવવા માટે નવા માપદંડો ઊભા કરી રહી છે. આજે આ પહેલ માત્ર પુસ્તકો પૂરતી નથી પરંતુ નવા વિચાર, નવી કલ્પના અને ભવિષ્યની શક્યતાઓ તરફનું એક ખુલ્લો દ્વાર છે. મહારાજા સયાજીરાવની દ્રષ્ટિથી શરૂ થયેલી પબ્લિક લાઇબ્રેરી સંસ્કૃતિ આજે આ પહેલ દ્વારા જીવંત બની છે. સરકાર, એનજીઓ અને સમુદાય સાથે મળીને કામ કરે તો ગ્રામ્ય અને વંચિત વિસ્તારોમાં શિક્ષણની અસર અનેકગણી વધી શકે છે.

18/09/2025

વડોદરાની રઘુકુળ વિદ્યાલયમાં ધો.10ના વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીએ માથામાં કડુ મારી લોહીલુહાણ કરી નાંખ્યો

વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર ખોડિયાર નગર પાસે આવેલી રઘુકુળ વિદ્યાલયમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માથામાં કડું મારીને લોહી લુહાણ કરી નાંખ્યો હોવાની ઘટના બની છે.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ કહ્યું હતું કે, હું ધો.10માં અભ્યાસ કરુ છું. આજે કલાસમાં મારી સાથે ભણતો અન્ય વિદ્યાર્થી મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો. આ અંગે મેં શિક્ષકને જાણ કરી હતી. જેના કારણે આ વિદ્યાર્થી અને તેનો મિત્ર ઉશ્કેરાયો હતો. તેમણે મને ક્લાસની બહાર નીકળીને જોઈ લેવાની ધમકી આપી હતી. હું જયારે ક્લાસની બહાર નીકળ્યો ત્યારે આ વિદ્યાર્થીએ મારા પર હુમલો કર્યો હતો અને મને હાથમાં પહેરેલું કડું માથામાં મારી દીધું હતું. જેના કારણે હું લોહીલુહાણ થઈ ગયો હતો અને બીજા વિદ્યાર્થીઓ મને ડોકટર પાસે લઈ ગયા હતા.

દરમિયાન મારામારીના પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. સ્કૂલે દોડી આવેલા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો મને સમાધાન કરવા માટે સલાહ આપી રહ્યા છે પરંતુ હું સમાધાન નહીં કરું. હું હુમલો કરનાર વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવીશ.

18/09/2025

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો

વડોદરાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલા અમૃત નગરના રહેણાંક મકાનમાં એસ.ઓ.જીએ રેડ કરીને બે કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે છુપી રીતે ગાંજાનું વેચાણ કરનાર કેરિયરની ધરપકડ કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલા અમૃત નગરમાં રહેતો આકાશ પરસોત્તમભાઈ બુંદેલા તેના મકાનમાં ગાંજાનો ગેરકાયદે સંગ્રહ કરીને છૂટકમાં વેચાણ કરે છે. તેવી બાતમી એસઓજી પોલીસને બાતમી મળી હતી. જે આધારે 17 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે રેડ કરી હતી. ત્યારે તેના ઘરમાંથી 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની ગાડીઓ જોઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો અને એક મોબાઇલ મળી રૂપિયા રૂ.21 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કેરિયર આકાશ બુંદેલા રાજસ્થાનના સરવનલાલ મીણા સાથે ટેલિફોનીક વાત કરીને ગાંજો ખરીદ્યો હતો. તેના રૂપિયા પણ ઑનલાઇન ચૂકવ્યા હતા. ત્યારે આકાશ બુધેલાને સરવનલાલ મીણા ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરીને ડિલિવરી આપવા માટે આવ્યો હતો.

18/09/2025

શું આ રીતે હેરિટેજ ઇમારતોની જાળવણી કરાશે?

પરવાનગી વિના જ ન્યાયમંદિર લાલકોર્ટ પાસે નવરાત્રી ની તૈયારીઓ માટે લોખંડી એંગલોના ગેટ તૈયાર કરી દેવાયા?

નવરાત્રી ના ધાર્મિક પર્વમાં માણેકચંદ ગુટખાઓની જાહેરાતોના હોર્ડિગ્સ કેટલા યોગ્ય?

વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર એક તરફ હેરિટેજ ઇમારતોની જાળવણી અને નિભાવણી કરવામાં સદંતર નિષ્ક્રિય, નિષ્ફળ રહ્યું છે. હાલમાં શહેરના ન્યાયમંદિર તથા લાલ કોર્ટની ઇમારત પાસે વગર પરવાનગીએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી માટે લોખંડના એંગલોના ગેટ તૈયાર કરી દેવાયા છે તથા નવરાત્રી જેવા ધાર્મિક તહેવારો દરમિયાન અહીં માણેકચંદ જેવા ગુટખા, વ્યસનનોને પ્રોત્સાહન આપતી જાહેરાતોના હોર્ડિગ્સ લગાવવામાં આવશે જે કેટલું યોગ્ય છે? સમાજના યુવાવર્ગને વ્યસનમુક્તિ ની જગ્યાએ વ્યસન કરવા તરફ પ્રેરે તેવી જાહેરાતો ધાર્મિક ઉત્સવોમાં કેટલી યોગ્ય છે? એક તરફ છેલ્લા ઘણા સમયથી શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતોની ધરોહરની જાળવણી પાલિકા તંત્ર કરી શકતું નથી ઉપરથી વગર પરવાનગીથી હેરિટેજ ઇમારતોની આસપાસ લોખંડની એંગલોના ગેટ, મોટા મોટા લાઉડસ્પીકર થી શું ઐતિહાસિક ઈમારતોને નુકસાન નહીં પહોંચે? વોર્ડ ઓફિસર વિક્રમ વસાવાના જણાવ્યા અનુસાર આ નવરાત્રી દરમિયાન હેરિટેજ ઇમારતોની આસપાસ હોર્ડિગ્સ,ગેટ માટેની આયોજકો દ્વારા કોઇપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી તો પછી સવાલ એ થાય છે કે આ પરવાનગી આપવા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોની મીઠી નજર કે છૂપા આશીર્વાદ છે? હેરિટેજ ઇમારતોને નુકસાન થાય તો જવાબદાર કોણ રહેશે? હિન્દુ ધાર્મિક તહેવારોની આડમાં વ્યસનની જાહેરાતો થકી યુવાઓને વ્યસનની દિશામાં વાળનાર ગરબા આયજકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી?

પોલીસ તથા ટ્રાફિક પોલીસ એક તરફ તમામ ગરબા આયજકોને ટ્રાફિક ની સમસ્યા ન સર્જાય તથા પાર્કિંગ ની વ્યવસ્થા સાથે જ ગરબાની પરવાનગી આપે છે ત્યારે જૂના ન્યાયમંદિર,લાલકોર્ટ થી ખંડેરાવ માર્કેટ ચારરસ્તા, દાંડિયાબજાર ફાયરબ્રિગેડ ચારરસ્તા તરફના ટ્રાફિક થી ધમધમતા રોડ રસ્તાઓ પર ગરબાની પરવાનગી કયા નિયમોને આધારે આપવામાં આવી છે? અહીં પાર્કિંગ માટે કોઇ વ્યવસ્થા નથી. જાહેર રસ્તા તથા હેરિટેજ ઇમારતોની આસપાસ હોર્ડિગ્સ તથા ગરબા સ્ટેજ, લાઉડસ્પીકર, લોખંડની એંગલોના ગેટ માટે કોની સૂચનાથી પરવાનગી આપવામાં આવી છે?

સમગ્ર મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (રેવન્યુ) સુરેશ તુવરે જણાવ્યું હતું કે, જાહેર રસ્તાઓમાં નડતરરૂપ હોર્ડિગ્સ તથા હેરિટેજ ઇમારતોની આસપાસ સ્ટેજ, એંગલોના ગેટ ગરબા આયોજકોને ન લગાવવા સૂચના આપવામાં આવી છે જો તેનું પાલન નહીં કરાયું હોય તો પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


#आम्हीबरौडेकर

18/09/2025

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા વોર્ડ નંબર - 15ના કાઉન્સિલર આશીષ જોષી સાથે શુભેચ્છા મુલાકાત કરી :

#ગુજરાત #आम्हीबरौडेकर #वडोदरा #વડોદરા आम्ही बरौडेकर Vikas Gholkar Vadodara Ganesh VMC-Vadodara Municipal Corporation

18/09/2025

વડોદરા મહાનગરપાલિકા ના પાર્કિંગમાંથી સાડા પાંચ ફૂટ લાંબો વાઈપર સાપ નીકળ્યો

વનવિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા સાપને પકડી લેવાયો

લાંબા સમયથી પડેલા સામાનની સફાઈ કરતાં સાપ જોવા મળ્યો

વડોદરા મહાનગરપાલિકાની મ્યુનિસિપલ કમિશનર કચેરીના પ્રવેશદ્વાર પાસે પાર્કિંગ વિસ્તારની સફાઈ ચાલી રહી હતી. દરમિયાન અનેક દિવસોથી પડેલા જૂના સામાન અને તેની આસપાસની જગ્યા ચકાસતાં બુધવારે સાડા પાંચ ફૂટ લાંબો વાઇપર અથવા નોન-વેનોમસ પ્રકારનો સાપ મળી આવ્યો હતો. સાપ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે રેસ્ક્યુ ટીમ દ્વારા સાપને પકડી લેવામાં આવ્યો હતો.

વન વિભાગની ટીમે કહ્યું હતું કે, સાપને પકડીને તેના કુદરતી વસવાટ સ્થળે સલામત રીતે છોડાશે. જ્યારે રેસ્ક્યુ ટીમે કોઈ પણ જાનહાનિ ન થાય તે રીતે સાપને રેસ્ક્યુ કરાયો હતો. પાલિકાના પ્રાંગણમાંથી સાપે દેખા દેતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.





#आम्हीबरौडेकर

18/09/2025

ડભોઇની લૂંટમાં મધ્યપ્રદેશની ખૂંખાર મોહનીયા ગેંગની સંડોવણી

ગેંગના સાગરીતની જૂનાગઢ જિલ્લામાંથી ધરપકડઃ અન્ય ત્રણ ફરાર થઇ જતા શોધખોળ

વડોદરા જિલ્લાના ડભોઇમાં વેગા ચોકડી પાસે એક ટીમ્બર્સ અને સેન્ટરિંગની દુકાનના માલિકને મરણતોલ માર મારી રૃમમાં પૂરી દઇ લૂંટ કરી ફરાર થઇ ગયેલી એમપીની મોહનીયા ગેંગના એક નામચીન સાગરીતને જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે વેગા ચોકડી પાસે શ્રી રામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરિંગની દુકાનમાં અગાઉ મજૂરી કામ કરતો તેમજ પરિવાર સાથે નજીકની ઓરડીમાં રહેતો દયારામ ભૂરા મોહનીયા (રહે.તડવી ફળિયું, હત્યાદેલી તા.રામા, જિલ્લો જામ્બુઆ, મધ્યપ્રદેશ) અચાનક નોકરી છોડી પોતાના પરિવાર સાથે વતનમાં જતો રહ્યો હતો. બાદમાં ૧૫ દિવસ પછી તે અન્ય સાગરીતો સાથે શ્રી રામ ટીમ્બર્સ એન્ડ સેન્ટરિંગની દુકાનમાં જઇ માલિકને કોદાળી, લાકડાના ડંડા માથામાં મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. માલિક મૃત્યુ પામ્યો હોવાનું જાણી તેને એક ઓરડીમાં પૂરી દઇ રૃા.૪૭ હજાર રોકડ તેમજ મોબાઇલની લૂંટ કરી ટોળકી ફરાર થઇ ગઇ હતી.

આ ગુનો ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાતા જિલ્લા એલસીબીએ લૂંટારૃ ગેંગને ઝડપી પાડવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતાં. દરમિયાન લૂંટમાં સંડોવાયેલ દયારામ મોહનીયા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મહુડા ગામની સીમમાં હોવાની માહિતીના આધારે એલસીબીએ ત્યાં પહોંચી તેને ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ કરતા અન્ય ત્રણ લૂંટારૃઓના નામો પણ ખૂલ્યા હતાં. રોકડ લૂંટયા બાદ તેને ભાગમાં રૃા.૧૦ હજાર મળ્યા હતા જે પોલીસે કબજે કર્યા હતાં.

#ગુજરાત #आम्हीबरौडेकर #વડોદરા

Address

Amdavadi Pole
Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when आम्ही बरौडेकर posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to आम्ही बरौडेकर:

Share