Samkaksh Gujarat

Samkaksh Gujarat A leading Gujarati News Channel from Gujarat. We bring news updates from Gujarat & across the World.

07/11/2025

This is the hair cutting machine of the future..
આ છે ભવિષ્યમાં આવનારું વાળ કાપવાનું મશીન..

07/11/2025

સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગવાના ગંભીર મામલામાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે.
મહિલા RFOના માથામાં 8 કલાક રહી 7.65 mmની ગોળી આંખોમાં મૂવમેન્ટ શરૂ; ઘટના પહેલાંના CCTV સામે આવ્યા, ફરાર પતિ પાસે હતું લાઈસન્સવાળું વેપન, ઘટનાનો સાક્ષી 4 વર્ષીય પુત્ર

07/11/2025

રખડતા કૂતરાઓના કરડવાના વધતા કેસ વચ્ચે અમદાવાદ AMC રખડતા કૂતરાઓ માટે બે હોસ્ટેલ બનાવશે . લોકોને કરડનારા અને હડકાયા કૂતરાઓને હોસ્ટેલ લઇ જવાશે અને સારવાર અપાશે ત્યારબાદ સામાન્ય સ્થિતિ માં આવે ત્યારે પરત છોડી દેવાશે

07/11/2025

ભરૂચ અને ગોધરાની બે હોસ્પિટલને સસ્પેન્ડ અન્ય બે હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારી, ગેરરીતિ સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

07/11/2025

Pharma Company Official Faints At Trump's Press Conference
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડિસ્કના એક્ઝિક્યુટિવ ગોર્ડન ફિન્ડલે બેભાન થઈને પડી ગયા હતા. તેઓ રાષ્ટ્રપતિની પાછળ ઊભા હતા.અચાનક ઢળી પડ્યા હતા. ઘટનાસ્થળે હાજર યુએસ સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસીઝ ના વડા ડૉ. મેહમેટ ઓઝે તરત જ તેમને સંભાળી લીધા અને તેમને બચાવી લીધા હતા.

07/11/2025

વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે 21 ઓક્ટોબરને દિવાળીની રાત્રે નશામાં ચૂર નીતિન ઝાએ શ્રમજીવી પરિવાર ઉપર ગાડી ચઢાવી દીધી હતી. 4 વર્ષના બાળક પર કાર ચડાવી, અધૂરા મહિને જન્મેલા બાળકનું પણ મોડીરાતે મોત

07/11/2025

વડોદરા શહેરના સુપ્રસિદ્ધ ગરબા ગાયક શ્રી અતુલ પુરોહિતજી એ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમમાં જોડાવા નાગરિકોને અપીલ કરી

07/11/2025

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. જેને કારણે 100+ ફ્લાઇટ્સ ડીલે થઇ રહી છે .ટેક્નિકલ ખામીને કારણે પ્લેન કેટલા વાગે ઊડવાનું છે એ એર કંટ્રોલર્સ નથી જાણી શકતા, મેન્યુઅલી કામ થઈ રહ્યું છે

07/11/2025

ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલા પછી ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી ખેડૂતોને મદદ કરશે , મુળ જૂનાગઢના ઉદ્યોગપતિએ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી, બાદલપુરા,શાખડાવદર,સેમરાળા અને પ્રભાતપુર ગામના અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ 11 હજાર રૂપિયાની મદદની જાહેરાત

07/11/2025

શ્રી દ્વારકાધીશની મંગળા આરતી 07-11-25

ૐ નમો હનુમતે  ભય ભંજનાય સુખં   કુરુ ફટ્ સ્વાહા..સાળંગપુર ધામના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનદાદાના અલૌકિક દર્શન 🙏🙏            ...
07/11/2025

ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા..
સાળંગપુર ધામના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનદાદાના અલૌકિક દર્શન 🙏🙏

#महाबली #हनुमान

સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જો લાવેસાળંગપુરવાળા હનુમાન દાદાના શયન દર્શન
06/11/2025

સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જો લાવે
સાળંગપુરવાળા હનુમાન દાદાના શયન દર્શન

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Samkaksh Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samkaksh Gujarat:

Share