08/06/2026
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા ગદા સર્કલ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. GSRTCની બસે માર્ગ ઓળંગી રહેલા એક શ્રમિકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક બસ સાથે ફરાર થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર મૃતક શ્રમિક મૂળ ખંભાતનો વતની હતો અને નજીકની ખાનગી સાઇટ પર મજૂરી કામ કરતો હતો. રોજિંદા કામકાજ દરમિયાન રસ્તો ઓળંગતી વખતે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
A tragic road accident took place today near Gada Circle in the Harni area of Vadodara. A GSRTC bus allegedly ran over a labourer who was crossing the road, resulting in his death on the spot. After the accident, the bus driver fled from the scene along with the vehicle, sparking outrage among local residents.
According to preliminary information, the deceased labourer was a native of Khambhat and worked at a nearby private construction site. The accident reportedly occurred while he was attempting to cross the road during his daily routine.