Aapdu Vadodara

  • Home
  • Aapdu Vadodara

Aapdu Vadodara Know Vadodara if you Love Vadodara. Instagram:
Twitter:
(345)

"Aapdu Vadodara" Quote itself says that here its something interesting & unknown of city. This is a page designed by youths of city to built a strong social network among citizens to enhance Awareness Drive, Green City Concept, Smart City Efforts, Royal History, Enrich Heritage, Clean City & take bring social equity among citizens. COME LET US TOGETHER EXPLORE OUR CITY, LEARN OUR HISTORY, PRESERVE OUR GREENERY.

વડોદરા મનપાએ રૂ. 1.43 કરોડના ખર્ચે 240 પોલ અને 340 એલઈડી લાઈટ્સ સાથે અંડરગ્રાઉન્ડ કેબલ સ્ટ્રીટલાઈટ સુવિધાનો શુભારંભ કર્ય...
14/07/2025

વડોદરા મનપાએ રૂ. 1.43 કરોડના ખર્ચે 240 પોલ અને 340 એલઈડી લાઈટ્સ સાથે અંડરગ્રાઉન્ડ કેબલ સ્ટ્રીટલાઈટ સુવિધાનો શુભારંભ કર્યો.

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 5 દિવસ થયા છે. અત્યાર સુધીમાં 20 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે નરસિંહપુરાના વિક્રમ પઢિયાર હજુ ...
13/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 5 દિવસ થયા છે. અત્યાર સુધીમાં 20 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે નરસિંહપુરાના વિક્રમ પઢિયાર હજુ ગુમ છે. રેસ્ક્યુ ટીમો રબર બોટ અને અન્ય સાધનો વડે શોધખોળ ચાલુ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર પાસે નવા ટુ-લેન બ્રિજ માટે રૂ. 212 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને 18 મહિનામાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ₹4.80 કરોડના ખર્ચે 218 રિચાર્જ બોરવેલ બનાવવાની યોજના શરૂ થાય છે, જેમાં ખાતમુહૂર્ત ...
11/07/2025

વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ₹4.80 કરોડના ખર્ચે 218 રિચાર્જ બોરવેલ બનાવવાની યોજના શરૂ થાય છે, જેમાં ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કરશે.

જ્યારે બીજી બાજુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 લોકોના મોતથી શહેર શોકમાં ડૂબ્યું છે, ત્યારે આજરોજ સી.આર. પાટીલ વડોદરા પધારવાના છે અને ચર્ચા ગરમ છે કે "શું તેઓ ઘટનાસ્થળે જશે કે નહીં?"

અને આ વખતે પ્રશ્ન ઊભો થાય છે કે –

૧. આવી મોટી દુર્ઘટના બાદ પણ શું નેતાઓના કાર્યક્રમોની તારીખમાં જરા પણ ફેરફાર ન કરી શકે?

૨. શું જનતાના દુઃખથી મોટા શિલાન્યાસ છે?

૩. શું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમગ્ર દેશમાં બ્રિજની તપાસ અને દુર્ઘટનાના જવાબદાર ઈજનેરો સામે કાર્યવાહી કરશે?

મુજપુર બ્રિજ દુર્ઘટનાની ઘટનાસ્થળે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી.પ્રાથમિક તપાસમાં પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ...
11/07/2025

મુજપુર બ્રિજ દુર્ઘટનાની ઘટનાસ્થળે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી.
પ્રાથમિક તપાસમાં પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશથી બ્રિજ તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું.
માર્ગ અને મકાન વિભાગે 30 દિવસમાં આખરી અહેવાલ મુખ્યમંત્રીને સોંપવાનો છે.
ચારે અધિકારીઓ ફરજમુક્ત, વધુ પગલાં લેવા સરકાર તૈયાર.

ગતકાલે “આપડું વડોદરા”ના માધ્યમથી ઉઠાવવામાં આવેલ પ્રશ્ન — 'વડોદરાના 43 બ્રિજમાંથી 2 જર્જરીત, તો બાકીના સલામત હોવાનો દાવો ...
11/07/2025

ગતકાલે “આપડું વડોદરા”ના માધ્યમથી ઉઠાવવામાં આવેલ પ્રશ્ન — 'વડોદરાના 43 બ્રિજમાંથી 2 જર્જરીત, તો બાકીના સલામત હોવાનો દાવો ખરેખર જવાબ છે કે માત્ર બહાનો?' —નો તીવ્ર પડઘો પડતા, આજે મ્યુનિસિપલ કમિશનર ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે ફતેગંજ બ્રિજ પર તાત્કાલિક નિરીક્ષણ માટે પહોંચી ગયા.

શહેરના અન્ય બ્રિજ પર પણ આવું જ તાત્કાલિક નિરીક્ષણ હાથ ધરવાની શક્યતા છે.

જાહેર સુરક્ષા મુદ્દે પ્રશાસન હવે હરકતમાં છે — આમ કહેવું ખોટું નહીં જાય.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ VMC જાગી અને શહેરના 43 બ્રિજનું સર્વે કરાવ્યું. જેમાં 41 બ્રિજ સલામત હોવાનું અને 2 બ્રિજ (સયાજ...
10/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ VMC જાગી અને શહેરના 43 બ્રિજનું સર્વે કરાવ્યું. જેમાં 41 બ્રિજ સલામત હોવાનું અને 2 બ્રિજ (સયાજીબાગ ફૂટ બ્રિજ અને જાંબુઆનો જૂનો બ્રિજ) જર્જરીત હોવાનું સામે આવ્યું. બંને બ્રિજ બંધ કરાયા.

હવે સવાલ એ છે:

૧. જે 43 બ્રિજનું સર્વે હવે થયું છે, તે પહેલાં કેટલાં વર્ષોથી કંઈ ચકાસણી નથી થઈ?

૨. શું હવે બચેલા 41 બ્રિજ સાચા અર્થમાં સલામત છે, કે હવે પણ ticking time bomb?

૩. વડોદરા જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નદીપરના જૂના બ્રિજોની સ્થિતિ ખરાબ છે – શું ત્યાં પણ દુર્ઘટનાઓની રાહ જોઇ રહ્યા છીએ?

વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાની પછાત અસરરૂપે રાજ્ય સરકારે કડક પગલાં હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ...
10/07/2025

વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાની પછાત અસરરૂપે રાજ્ય સરકારે કડક પગલાં હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સૂચનાથી માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને ફરજમુક્ત કરવામાં આવ્યાં છે. સસ્પેન્ડ થયેલા અધિકારીઓમાં એક કાર્યપાલક ઈજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઈજનેરનો સમાવેશ થાય છે.

દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 17 પર પહોંચી ગયો છે, જ્યારે હજુ પણ રેસ્ક્યુ કામગીરી સતત ચાલી રહી છે. NDRF, SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અને શોધખોળના પ્રયાસો તેજીથી આગળ ધપાવવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકારે ઘટના માટે જવાબદાર તંત્ર સામે કાર્યવાહીનો સ્પષ્ટ સંકેત આપ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા યોગ્ય તંત્ર અને તકેદારીના સૂચનો આપવામાં આવ્યા છે.

🙏 ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🙏જેમ આપડું વડોદરા સૌંદર્યથી ભરેલું છે, તેમ અહીંના ગુરુઓના સ્નેહ અને સંસ્કારોથી જીવન ઉ...
10/07/2025

🙏 ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🙏

જેમ આપડું વડોદરા સૌંદર્યથી ભરેલું છે, તેમ અહીંના ગુરુઓના સ્નેહ અને સંસ્કારોથી જીવન ઉજળું છે.

જે જીવનના માર્ગે અજવાળું આપે, વિશ્વાસ આપે, ઘડતર કરે —

એવા દરેક ગુરુને આજના દિવસે એકુલુજ નથી હર હંમેશા માટે દિલથી નમન.

અમે આજે જે જગ્યા પર છીએ, અને જે ઓળખ બનાવવી છે, તેમાં ઘણા ગુરુઓના માર્ગદર્શનનો ભાવનાત્મક સાથ છે," તેમ સંદેશમાં ઉલ્લેખ કરાયો છે.

વડોદરા માટે એક ખાસ લાગણીભર્યા શબ્દોમાં ઉમેરાયું —
"આ શહેર ફક્ત નકશા પર નહિ, પણ દિલમાં વસેલું એવું ઘર છે… જ્યાં દરેક ગુરુ દીવો બનીને માર્ગ ઉજળો કરે છે."

આપડું વડોદરા એવાં બધા માર્ગદર્શકોનો ઋણી છે 🙏

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 14 પર પહોંચ્યો, હજુ 6 વ્યક્તિઓ ગુમવહેલી સવારે વધુ એક મૃતદેહ મળી આવતા સંખ્યામાં વધારો ...
10/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 14 પર પહોંચ્યો, હજુ 6 વ્યક્તિઓ ગુમ
વહેલી સવારે વધુ એક મૃતદેહ મળી આવતા સંખ્યામાં વધારો થયો. મુજપુરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ.

પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ નજીક સર્જાયેલી દુર્ઘટના બાદ ચલાવાઈ રહેલી રેસ્ક્યૂ કામગીરી હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. મહ...
09/07/2025

પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ નજીક સર્જાયેલી દુર્ઘટના બાદ ચલાવાઈ રહેલી રેસ્ક્યૂ કામગીરી હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા, જેના પરિણામે બચાવ કાર્ય આગળ વધારવું જોખમભર્યું બની પડ્યું. પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને NDRFની ટીમ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે અને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર પાણીમાં ડૂબેલા તમામ વ્યક્તિઓ જેઓ ઇજાગ્રસ્ત થયા અને ૧૩ મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ દળો આગળની કામગીરી માટે પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે.

વહીવટી કારણોસર અને જાહેરહિતમાં, અત્રેના યુનિટ ખાતે ફરજ બજાવતા કેટલાક બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે...
09/07/2025

વહીવટી કારણોસર અને જાહેરહિતમાં, અત્રેના યુનિટ ખાતે ફરજ બજાવતા કેટલાક બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. તેઓને નવા નિર્ધારિત સ્થળે તાત્કાલિક અસરથી હસ્તાંતરિત કરવામાં આવશે. તંત્ર દ્વારા આ બદલીનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે.

વડોદરાના ગંભીરા પુલ પર થયેલી દુર્ઘટના પછી સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા સિંધરોટ બ્રિજ પર હવે ભારે વાહનોના પ્રવેશ પર પ્ર...
09/07/2025

વડોદરાના ગંભીરા પુલ પર થયેલી દુર્ઘટના પછી સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા સિંધરોટ બ્રિજ પર હવે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર હાલ એલર્ટ સ્થિતિમાં છે અને સુરક્ષા પગલાં તાકીદે અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે.

Address


Telephone

+919033870232

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapdu Vadodara:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share