15/08/2026
વડોદરા નજીક પીપળીયા ગામે આવેલ બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા CBSE ક્લસ્ટર-13 ફૂટબૉલ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે આજે આ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો. જેનો હેતુ યુવા ખેલાડીઓમાં રમતગમતની ભાવના, શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવાનો છે .
વડોદરામાં આયોજિત CBSC ક્લસ્ટર 13મા ગુજરાતના પશ્ચિમ ઝોનની CBSE સંલગ્ન મધ્ય ગુજરાતની 92 શાળાઓ ભાગ લઈ રહી છે.1500થી વધુ પ્રતિભાશાળી ફૂટબોલ ખેલાડીઓ ભાગ લેઇ રહ્યા છે. આ સ્પર્ધામા પુરુષોની અંડર-14વય જૂથમાં 31 ટીમો,અંડર-17 વય જૂથમાં 39 ટીમો અને અંડર-19 વય જૂથમાં 20 ટીમો ભાગ લઈ રહી છે.ભાગ લેનારી તમામ ટીમોને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે આંતરરાષ્ટ્રીય ધોરણની રમતગમતની સુવિધાઓ, નિવાસ, પરિવહન તમીમબી સેવા, સુરક્ષા તેમજ આતિથ્યની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.