13/04/2025
તારીખ :- ૧૩/૪/૨૦૨૫ દેશના મામહીમ રાષ્ટ્રપતિજી સાથે વિદેશ યાત્રા થી પરત ફરેલા અને વલસાડનું ગૌરવ વધારનાર લોકસભા ના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ નું જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા,કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
——————————————
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર વિવિધ વિકાસ કાર્યો ને વેગ આપી રહી છે, ત્યારે વિદેશી દેશો સાથે પણ રાજનૈતિક અને વ્યાપારિક સંબંધો સુધારવા માટે અનેક પ્રવાસો વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે, પોર્ટુગલ અને સ્લોવાકીયા દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધોને વધુ વેગવાન બનાવવા માટે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રી દ્રૌપદી મુરમુજી ની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ પ્રવાસે ગયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા અને સમગ્ર દેશમાંથી માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી હતી જેમાં યુવા શિક્ષિત લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને સંધ્યા રાયનો સમાવેશ કરાયો હતો, તારીખ છઠ્ઠી એપ્રિલ થી ૧૧મી એપ્રિલ સુધી આ બંને દેશોના પ્રવાસ બાદ સાંસદ શ્રી ધવલ પટેલ આજરોજ વલસાડ અબ્રામા સ્થિત એમના નિવાસ્થાને પરત ફરતા વલસાડ નું ગૌરવ વધારવા બદલ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા,કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા સાંસદશ્રીનું ઢોલ-નગારા સાથે ફટાકડા ફોડી,મોઢું મીઠું કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,શ્રી કમલેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ,વલસાડ નગરપપાલિકા ના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ,સંગઠનના હોદ્દેદારો, વલસાડ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા