Gujarat Pragati News

Gujarat Pragati News Welcome to Gujarat Pragati News, home of the latest local, national and world news. The main motive of the News Channel is to deliver real News instantly.

Gujarat Pragati News is a popular Online News Channel having presence in Anand and nearby cities.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના બદલીના આદેશ : વડોદરા શહેર પોલીસના નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે તેજલ પટેલ (SPS) ને જવાબદારી
18/08/2025

ઉચ્ચ પોલીસ અધિકારીઓના બદલીના આદેશ :
વડોદરા શહેર પોલીસના નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે તેજલ પટેલ (SPS) ને જવાબદારી

વડોદરા જિલ્લા પોલીસ વડા બન્યાં (IPS) સુશીલ અગ્રવાલ
18/08/2025

વડોદરા જિલ્લા પોલીસ વડા બન્યાં (IPS) સુશીલ અગ્રવાલ

15/08/2025
05/08/2025

ગંભીરા બ્રિજ પર થી ટેન્કર બહાર કાઢવામાં આવ્યું..

*:: ગંભીરા બ્રિજ દુર્ઘટના ::*ગંભીરા બ્રિજનો અમુક ભાગ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા...
05/08/2025

*:: ગંભીરા બ્રિજ દુર્ઘટના ::*

ગંભીરા બ્રિજનો અમુક ભાગ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા માટે પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી. આ કંપનીના તજજ્ઞોએ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરીને આ ટેન્કરને અત્યારે સફળતાપૂર્વક પુલ ઉપર લઈ લેવામાં આવ્યું છે.

નંદેસરી મીની નદી બ્રિજને બંધ કરવામાં આવ્યો
20/07/2025

નંદેસરી મીની નદી બ્રિજને બંધ કરવામાં આવ્યો

18/07/2025

જય દસમા માં

શું તમારા ઘરે પણ દસમા ની સ્થાપના કરવાની છે .

શું તમે પણ સારી અને સસ્તી મૂર્તિ ની શોધ માં છો.

તો આવો એક વાર જરૂર વાસદ નરેશ ભાઈ ની દુકાન ની મુલાકાત લો…

અચૂક થી મુલાકાત લો…

વધુ માહિતી માટે નરેશ ભાઈ ગામેચી (વાસદ)

નીચે આપેલ નંબર પર સંપર્ક કરો +91 98797 76448

fans

16/07/2025

આણંદ મનપા સાથે સરદારની ઓળખ જાળવી રાખવા કેબીનેટમાં લેવાયો નિર્ણય

સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ની પ્રતિક્રિયા …

16/07/2025

આણંદ મનપા સાથે સરદારની ઓળખ જાળવી રાખવા કેબીનેટમાં લેવાયો નિર્ણય

ડૉ. આશવભાઈ પટેલ(યુવાનો ના પ્રેરણા સ્ત્રોત, આત્મીય, ધર્મ અને રાષ્ટ્ર પ્રેમી વ્યક્તિત્વના ધણી)આજે એક અદ્ભુત વ્યક્તિનો પરિચ...
16/07/2025

ડૉ. આશવભાઈ પટેલ
(યુવાનો ના પ્રેરણા સ્ત્રોત, આત્મીય, ધર્મ અને રાષ્ટ્ર પ્રેમી વ્યક્તિત્વના ધણી)

આજે એક અદ્ભુત વ્યક્તિનો પરિચય આપવાનું મન થયું ત્યારે તે અમારે લખવું જરૂરી લાગ્યું.

મુળ અવિધા ગામના લેઉઆ પાટીદાર કુટુંબમાં જન્મેલા અને જેમના દાદા ઝવેરભાઈ પટેલ (કાર્યક્ષેત્ર- નેત્રંગ) સહકાર ક્ષેત્રે કામ કરનાર મોટા ગજના ખેડુત તેમજ જેમના પિતાશ્રી એક આદર્શ શિક્ષક તે પણ એકદમ કડક - શિસ્તના અનુગ્રહી એવા કાંતિભાઈ પટેલ સાહેબના દીકરા ડૉ. આશવભાઈનો જન્મ કુકરમુંડા (જી. સુરત - હાલ તાપી) ખાતે એકમાત્ર લેઉઆ પાટીદાર પરિવારના ધરે સુજાતાબેનના કુખે થયો (જે એક સમય સોજીત્રાથી સુરતમાં ધંધાર્થે આવેલા તે પરિવાર એટલે સદાશિવ પટેલના પુત્ર શંકરભાઈ પટેલનું પરિવાર જે નગરશેઠ તરીકે ઓળખાતું)

આશવભાઈ અભ્યાસ અને રમતગમતમાં સક્રિય હોવાને લીધે તેમના પિતાશ્રીએ તેમને વલ્લભવિદ્યાનગર ખાતે બી.જે.વી.એમ. કોમર્સ કોલેજમાં સ્નાતકના અભ્યાસ કરવા મોકલ્યા અને ત્યારબાદ તેમણે અભ્યાસમાં પીએચ.ડી સુધી શિક્ષણ મેળવ્યું અને હાલ એક પ્રોફેસર તરીકે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની ખ્યાતનામ કોલેજમાં કાર્યરત છે. તેમજ શ્રી કાનમ પ્રદેશ લેઉઆ પાટીદાર સમાજ ના મંત્રી તરાકે આપ સેવા આપો છો અને સાથે સાથે અનેક સામાજિક કે ધાર્મિક સંસ્થાઓમાં પણ જવાબદાર વ્યક્તિ તરીકે ફરજ બજાવો છો…

નાનપણથી જ બા - દાદા અને માં - બાપના સંસ્કારના કારણે બાલ્યકાળથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય હરિધામ સોખડાના સંતશ્રી ગુરુવર્ય પ. પૂ. હરિપ્રસાદ સ્વામી મહારાજના શિષ્ય - અંબ્રિષ મુક્તરાજની દિક્ષાર્થી થયા. ગુરુ હરિની આજ્ઞાથી અભ્યાસ અર્થે વલ્લભ વિદ્યાનગરમાં આવ્યા ત્યારથી અત્યારસુધી અભ્યાસ કરતા હજારો યુવાનો - વિદ્યાર્થીઓને ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિના માર્ગે ચાલવા પ્રેરણા આપી રહ્યા છે અને મહારાષ્ટ્રના રાજભવનમાં મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે “યુવા ગૌરવ” નું સન્માન પ્રાપ્ત આ યુવા સેવકને વંદન છે તેમજ અભિનંદન છે…

ધર્મ ક્ષેત્રે - સમાજ સેવા ક્ષેત્રે - શિક્ષણ ક્ષેત્રે - જાહેર જીવન ક્ષેત્રે એમ જીવના ચારેય સ્થંભ વચ્ચે સુમેળ સાધી સૌના હિતમાં કાર્ય કરનાર આ વિરલાના જન્મ દિવસ નિમિત્તે આજે શુભકામનાઓ પાઠવતા અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ…

હંમેશા સૌના હૃદયમાં સ્થાન મેળવનાર અને યુવાઓના દિલમાં એક નવી ઉર્જા પેદા કરનાર આ યુવાને આજે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી છે તે તેના સહજ વ્યક્તિત્વ અને ઉત્કૃષ્ટ પ્રતિભાને ઉજાગર કરે છે.

જેણે પોતાના જીવનમાં અનેક પડકારો સામે લડીને સફળતા પ્રાપ્ત કરવામાં ક્યારેય પાછી પાની નથી કરી અને સૌને સાથે રાખીને પોતાનું જતું કરી અન્ય સાથીદારને તક આપનાર આ વ્યક્તિને આજે તેઓના જન્મદિવસ નિમિત્તે વંદન કરીએ છીએ….

ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં ક્યાંક તો એવા યુવાનો મળી જ જાય જે કહે “ઓહ આપણા આત્મીય યુવાનેતા આશવભાઈ પટેલ”… મને વિદ્યાનગરમાં ખુબ જ સાચવ્યો…. અનેક એવા યુવાનો કે જેને પોતાની કારકિર્દી આશવભાઈના માર્ગદર્શન હેઠળ ઘડી છે…

અમારે એક વાત જરૂર કહેવી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કે ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આત્મીયતાના તાંતણે બાંધી રાખનાર અને એક મોટા ભાઈની ગરજ સારે એવી પ્રતિભા ધરાવનાર આ આદર્શ વ્યક્તિને લાખ લાખ વંદન સહ અભિનંદન.

આપ હંમેશા સાચી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જ રહો છો અને તે જોઈને અમે પણ તેને અનુસરતા આનંદ અનુભવીએ છીએ..

એક સામન્ય ગામમાંથી અભ્યાસ કરવા આવ્યા અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી અનેક યુવાઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહ્યા છો…

આપે અનેક સંસ્થાઓ સાથે કાર્યરત છો અને તે સંસ્થાના વફાદાર રહીને તેની પ્રગતિ કરી સૌને પ્રેરણા આપો છો તે અમારા માટે પ્રેરણારૂપ સાબિત થાય છે..

આપનું રાજકીય જીવન પણ એટલું જ રસપ્રદ છે કે જે જાણી એવું તો થાય જ કે રાજકારણમાં સારા વ્યક્તિની ખોટ નહીં પડે કેમકે ક્યારેક કોઈનું ઘસાતું બોલવું નહી …. ‘બસ વિચારધારા માટે કાર્ય કરે છેને તો મારું સમર્થન….’ એવા આદર્શ માપદંડો સાથે આપ કાર્ય કરો છો તે જોઈ અને આપના આ સ્વભાવને કારણે અમને પણ આ સ્વભાવ કેળવવાની પ્રેરણા મળે છે.

જે લોકોએ આપને સમજી અને આપને હકારાત્મક રીતે વિચાર્યા છે તેઓ આજે સફળતા પ્રાપ્ત કરી આપ જેવા જ કાર્યો કરી રહ્યા છે…

એક વિરલ અને વિશાળ હ્રદય ધરાવતી વ્યક્તિત્વ એટલે અમારા આશવ પટેલ…
કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ તેમની પાસે જઈ ને દીલ ખોલી વાત કરી શકે અને ખુબ જ ખુશ થઈ તેમની પાસેથી કંઈક શીખી કે મેળવી ને જ જાય …

હ્રદય સ્પર્શી, મનમેળ, આનંદમય, આત્મવિશ્વાસ સભર, આત્મીય વ્યક્તિત્વ અને શિક્ષણવિદ જેવા અનેક ગુણોના ધારક ડૉ. આશવ પટેલને આજના દિવસે આત્મીય વંદન સહ અભિનંદન.

આપ હંમેશા તંદુરસ્ત રહો અને સ્વસ્થ રહી હજુયે અનેક લોકોનાં જીવનમાં પરિવર્તન લાવી તેમનાં આદર્શ રૂપ બની કાર્ય કરતા રહો તેવી પ્રાર્થના.

સદૈવ આપના હિતેચ્છુઓ અને આપના સમર્થકો…

09/07/2025

મૃતકોની યાદી જાહેર

1. વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા

2. નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા

3. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ

4. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા

5. વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા

6. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ

7. અજાણ્યા ઇસમ

8. અજાણ્યા ઇસમ

9. અજાણ્યા ઇસમ

ઈજાગ્રસ્તોની યાદી

1. સોનલબહેન રમેશભાઈ પઢીયાર, ઉં. વ. 45, ગામ-દરિયાપુરા

2. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. 45, ગામ-દહેવાણ

3. ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. 40, ગામ-રાજસ્થાન

4. દિલીપભાઈ રામસિંહ પઢીયાર, ઉં. વ. 35, ગામ-નાની શેરડી

5. રાજુભાઈ ડુડાભાઈ, ઉં. વ. 30, ગામ-દ્વારકા

6. રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. 45, ગામ-દેવાપુરા

09/07/2025

આણંદમાં બ્રિજ તૂટ્યો, 8નાં મોત, 5ને બચાવાયા, વડોદરા કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે બે ટ્રક, બે ઈકો વાન, એક પિકઅપ વાન સહિત અન્ય કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા

Address

GUJARAT PRAGATI NEWS
Vasad
388306

Telephone

+918160400210

Website

https://x.com/gujrati_news/status/1818524930910171383?s=46, htt

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Pragati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Pragati News:

Share