Khedut Samachar

Khedut Samachar Khedut Samachar

आदिवासी किसान की स्वीटकॉर्न खेती-व्हिडीओ.    🌽🌽🌽🌽🌽
29/10/2021

आदिवासी किसान की स्वीटकॉर्न खेती-व्हिडीओ.

🌽🌽🌽🌽🌽

, , , , , , , , #स्वीटकॉर्नखेती...

સુરતના ક્રૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા માંડવી ખાતે 'રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” અંતર્ગત આંગણવાડી કાર્યકર્તાઓ તથા ખેડુત મહિલાઓ...
20/09/2020

સુરતના ક્રૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા માંડવી ખાતે
'રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” અંતર્ગત આંગણવાડી કાર્યકર્તાઓ તથા
ખેડુત મહિલાઓની તાલીમ શિબિર યોજાઈ'
-------
સુરત,શનિવાર: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સૂરત અને ઈફકો, સુરત દ્વારા માંડવી તાલુકા ખાતે આંગણવાડીની બહેનો તથા ખેડુત બહેનો માટે કેપીસીટી બિલ્ડઅપ માટેની તાલીમ શિબિર યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકાની આંગણવાડી મહિલા તથા ખેડુત બહેનોએ સક્રિય ભાગ લીધો હતો કાર્યક્રમમાં પૌષ્ટિક વાનગીની હરીફાઈ પણ યોજવામાં આવી હતી. જેમાં ૨૬ બહેનોએ વિવિધ પોષણકીય વાનગી બનાવી હતી તેમજ ઉતમ ત્રણ વાનગીને વિશેષ ઈનામ-સન્માન તથા સ્પર્ધક બહેનોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને ઈફ્ફકો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા શાકભાજી કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રના વડાશ્રી ડો.જનકસિંહ રાઠોડે ભવિષ્યમાં બાયોફોર્ટીફાઈડ વેરાયટીની અગત્યતા વિશે મહિલાઓને વિસ્તુત માહિતી આપી હતી. તેમજ ઈફકો, સુરતના અધિકારી અંકિંતભાઈ મહેશ્વરીએ ગ્રામ્ય કક્ષાએ ઉપયોગી ઈફકોની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે સમજ આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક શ્રીમતી ગીતાબેન ભીમાણીએ કુપોષણને લીધે મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે અને આ કુપોષણના ચક્રમાંથી બચવા માટે આહાર પ્રત્યે મહિલાઓ પુરતુ ધ્યાન આપે તેમજ ન્યુટ્રી થાલી અને સમતોલ આહાર વિશે વિસ્તૃત માહિતી મહિલાઓને પૂરી પાડી હતી. સંકલિત બાળ વિકાસ યોજનાના માંડવી ઘટકના મહિલા અધિકારી શ્રીમતી ઉન્નતિબેન ચૌધરીએ આંગણવાડીની મહિલાઓ આંગણવાડી કેન્દ્ર ખાતે કિચન ગાર્ડન બનાવે તે વિષે સલાહ સૂચનો આપ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિક ડો.એસ.કે.ચાવડાએ કિચન ગાર્ડનના વિવિધ મોડેલો વિશે મહિલાઓને માહિતી આપી હતી તેમજ કેવિકેના ડો.આર.કે.પટેલ દ્વારા મહિલાઓને બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તથા પાક સંરક્ષણ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રાઈસ મીલ, માંડવીના મેનેજર પ્રવિણસિંહ મહિડાએ જણાવ્યું કે, ગ્રામીણ મહિલાઓને કૃપોષણના કલંકને દુર કરવા માટે દરેક વ્યકિતએ સમાજને સ્વસ્થ બનાવવા સહયોગ આપવો પડશે તથા પુરતો આહાર તેમજ સ્વાસ્થ પ્રત્યે પોતાના પરિવારની કાળજી જો દરેક વ્યક્તિ લે તો આ કુપોષણને સમાજમાંથી નાબુદ કરી શકાય છે, એમ જણાવ્યું હતું.

દેશી રવૈયા રિંગણ ના બીજ માટે સંપર્ક કરો !
14/09/2020

દેશી રવૈયા રિંગણ ના બીજ માટે સંપર્ક કરો !

#बैंगन_खेती #देसी_रवैया_बैंगन इस व्हिडीओ में श्री.किरण पव...

*આમંત્રણ ..પધારો..ગાંધીનગર        *એગ્રી એશિયા ઇન્ટરનેશનલ     એકઝીબિસન.*                 ( *એગ્રી મેળો -  કૃષિ મેળો)* સમ...
27/08/2019

*આમંત્રણ ..પધારો..ગાંધીનગર *એગ્રી એશિયા ઇન્ટરનેશનલ એકઝીબિસન.*
( *એગ્રી મેળો - કૃષિ મેળો)*
સમય: ૬-૭-૮ , સપ્ટેમ્બર, ૨૦૧૯ સ્થળ:મહાત્મામંદિર,ગાંધીનગર ,
અમદાવાદ થી નજીક, ગુજરાત.

પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજના (PMKMY)
24/08/2019

પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજના (PMKMY)

🐧 फ़ायदेमंद कड़कनाथ मुर्गी पालन कैसे करें ?यह किसान आपको देगा पूरी सही जानकारी !🐧 व्हिडीओ देख़ने के लिए लिंक पर क्लिक करें ...
17/08/2019

🐧 फ़ायदेमंद कड़कनाथ मुर्गी पालन कैसे करें ?यह किसान आपको देगा पूरी सही जानकारी !
🐧 व्हिडीओ देख़ने के लिए लिंक पर क्लिक करें !
https://youtu.be/U1KAyrvVBMA

कड़कनाथ मुर्ग़ी पालन कैसे करें ? यह किसान देगा कड़कनाथ की सारी जानकारी ! How to do Kadaknath Poultry Farming ? This genuine Youth Farmer will give detailed i...

*किसान भाईयो,  खेती के नये व्हिडिओ देखने के लिए जरूर सबस्क्राईब करे युट्युब   चॅनेल -ऍग्रिकल्चर न्यूज नेटवर्क !* *और साथ...
01/08/2019

*किसान भाईयो, खेती के नये व्हिडिओ देखने के लिए जरूर सबस्क्राईब करे युट्युब चॅनेल -ऍग्रिकल्चर न्यूज नेटवर्क !*
*और साथ ही लाईक और शेअर करे !*

Agriculture News Network is the worlds no.1 channel of agricultural videos. We are committed to give users the quality & timely content of regional origin.

ટપક પિયત પદ્ધતિના લાભો :(૧) પાણીની બચત : આ પદ્ધતિમાં મર્યાદિત જમીન ભીની થતી હોવાથી, સપાટી પરનું ઓછું બાષ્પીભવન,વહીજતા પા...
28/10/2015

ટપક પિયત પદ્ધતિના લાભો :
(૧) પાણીની બચત : આ પદ્ધતિમાં મર્યાદિત જમીન ભીની થતી હોવાથી, સપાટી પરનું ઓછું બાષ્પીભવન,વહીજતા પાણી અને મૂળ વિસ્તાર નીચે ઉતરી જતા પાણી પર સંપૂર્ણ કાબૂ મળવાથી પિયત પાણીની કાર્યક્ષમતા ૯૦ થી ૯૫ ટકા મળે છે જયારે સપાટ ક્યારા પિયત પદ્ધતિમાં ફક્ત ૪૦ થી ૫૦ ટકા જ કાર્યક્ષમતા મળે છે. પાક, જમીન અને વાતાવરણ પ્રમાણે ૪૦ થી ૭૦ ટકા પાણીની બચત થાય છે.
(૨) છોડનો વધ ઝડપથી વિકાસ અને વધુ ઉત્પાદન : પિયત ઓછું પરંતુ વારંવાર એટલે કે ઓછા ગાળે આપવામાં આવતું હોવાથી જમીનમાં ભેજ તથા હવાનું પ્રમાણ એકસરખું જળવાઈ રહે છે. જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને મૂળની વધુ સરળ કામગીરીને કારણે છોડને જરૂરી પાણી તથા પોષક તત્વો મળતા રહે છે, જેથી પાકનો વિકાસ ઝડપી અને સારો થાય છે પરીણામે ઉત્પાદન વધુ મળે છે.જુદા જુદા પાક,જમીન અને વાતાવરણ પ્રમાણે ૧૦ થી ૯૮ ટકા વધુ ઉત્પાદન મળે છે.
(૩) મજુર અને શક્તિનો બચાવ : ટપક પિયત પદ્ધતિ યોગ્ય રીતે પિયત માટે આ પદ્ધતિ ચાલુ તથા બંધ કરવા માટે જ પુરતી મજુરની જરૂર પડે છે. અન્ય કૃષિકાર્યો જેવાકે નિંદામણ કરવું,ખાતર આપવું,આંતરખેડ , દવા છાંટવી, પિયત માટે નીક્પાળા બનાવવા વગેરે પણ મર્યાદિત કરવા પડતા હોવાથી મજૂરોની જરૂરિયાત ઓછી રહે છે. આ પદ્ધતિ કાર્યક્ષમતા ખૂબ જ વધારે હોવાથી પિયત માટેનો સમય પણ ઓછો લાગે છે અને ઓછા દબાણે ચાલતી હોવાથી શક્તિની(વીજળી પાવરની) જરૂરિયાત પણ ઘટે છે. આશરે ૪૦ થી ૫૦ ટકા મજૂરોની જરૂરિયાત અને ૨૫ થી ૪૦ ટકા વીજળીમાં બચત થાય છે.
(૪) હલકી નબળી જમીનોને વધુ અનુકુળ : રેતાળ, છીછરી ,વધુ ઢાળવાળી , અસમતલ અને બિનઉપજાઉ જમીનોમાં ચીલાચાલુ પિયત પદ્ધતિ (દેશી) અનુકુળ આવતી નથી. જયારે ભારે કાળી જમીનનો નિતાર દર ઓછો હોવાથી ફુવારા પદ્ધતિથી પિયત મુશ્કેલ બને છે.આવી પરિસ્થિતિમાં ટપક પિયત પદ્ધતિ વધુ અનુકુળ આવે છે.
(૫) નિંદામણ જીવાત અને રોગ નિયંત્રણ : પાકના થડ વિસ્તાર નજીક જ પિયત આપવામાં આવતું હોવાથી બાકીની જમીન સુકી રહે છે જેથી નિદામણ,જીવતો તથા પાકમાં આવતા રોગોનો ઉપદ્રવ ધટે છે. તેમજ છોડના વિકાસ માટે આપવામાં આવતા ખાતરોની જરૂરિયાત પણ ધટે છે.સરવાળે નીદામણ,દવાઓ તથા ખાતર પાછળ થતો ખર્ચ ધટે છે.
(૬) ખાતરનો અસરકાર ઉપયોગ : ખાતર દ્વારા આપવામાં આવતા પોષક તત્વોને જમીનમાં થતા પાણીના નિતાર દ્વારા તથા પાણીની સાથે વહી જવાથી થતો વ્યય ટપક પદ્ધતિથી અટકાવી શકાય છે.તેમજ પાકને જે જગ્યાએ ટપક પિયત પદ્ધતિમાં પાણી સાથે ખાતર આપવામાં આવતું હોવાથી ખાતરની જરૂરિયાત ધટે છે. અને ખાતરના વપરાશથી કાર્યક્ષમતા વધુ મળે છે જેથી આશરે ૩૦ થી ૫૦ ટકા ખાતરની બચત થાય છે.
(૭) ક્ષારયુક્ત પાણીનો અસરકારક ઉપયોગ : ગુજરાતમાં ક્ષારીય જમીનનો બહુ મોટો વિસ્તાર છે. જમીનમાં પણ ક્ષારવાળું પાણી હોવાથી પિયત માટે વાપરવું જોખમકારક છે.આવું ક્ષારક્યુક્ત પાણી ખેતરમાં પિયત તરીકે છુટું રેલાવીને આપવાથી ધીમે ધીમેં જમીન ક્ષારવારી થઈ જાય છે જેથી પાકની ઉત્પાદકતા ધટી જાય છે તથા ક્ષાર સહન કરે તેવા જ પાકો લીવની ફરજ પડે છે.આમ ન થાય તે માટે આવું ક્ષારવાળું પાણી પિયત તરીકે ટપક પદ્ધતિથી આપી શકાય છે અને પાકની ઉત્પાદકતા જાળવી શકાય છે.ટપક પધ્ધતિથી આવું ક્ષારવાળું પાણી પિયત તરીકે આપતા પાકના મૂળ વિસ્તારમાં ક્ષારની સાદ્રતા નહિવત રહે છે પિયત પાણીમાં રહેલા ક્ષારની નુકશાન કારકતા અસર થતીન થી.પાકન વુદ્ધિ સારી રીતે થઈ શકે છે.પિયત પાણીમાં રહેલા ક્ષાર મોટાભાગે ઝમણથી મૂળની નીચેના વિસ્તારમાં નીતરી જાય છે જે મૂળને નુકશાન રૂપ થતા નથી.આમ ક્ષાર યુક્ત પાણી પણ ટપક પદ્ધતિથી પાકને આપી શકાય છે.
અન્ય ફાયદાઓ :
(૧) દિવસના કોઇપણ સમયે ટપક પિયત પદ્ધતિ ચલાવી શકાય છે તેથી પિયત આપવામાં સુગમતા રહે છે.(૨) જમીનનું ધોવાણ થતું અટકે છે.(૩) ટપક પદ્ધતિમાં પિયત માટે જમીનને સમતળ કરવી જરૂરી નથી.દેશી પિયત પદ્ધતિમાં નીક તથા પળોઓ બનાવવામાં ૮થી ૧૦ ટકા જમીનનો વ્યય થાય છે.જયારે ટપક પદ્ધતિમાં નીક/પાળા બનાવવા જરૂર ન હોય તેટલી જમીન પાક હેથર વધુ મળે છે.(૪) રોગ જીવાણું પ્રમાણ ધટે છે તેને કારણે ગુણવતાવાળું ઉત્પાદન મળે છે. (૫) પાક વહેલો થાય છે.તેથી બીજો પાક લેવા સમયસર વાવણી થઈ શકે છે.(૬)નીતર તથા પાણી ભરવાના પ્રશ્નો ઉદ્ભભવતા નથી.(૭) જમીન નું બંધારણ અને ફળદ્રુપતા ટકી રહે છે. (૮) પિયત પાણીના અસરગ્રસ્ત વિસ્તારમાં જમીનમાં ઊડે ઉતરી જતા ભૂગર્ભ જળ તેમજ વધુ પિયતના પાણીથી છીછરા થતા જતા ભૂગર્ભ જળ નિયંત્રણ કરી શકાય છે.(૯) હવા,જળ તથા જમીનમાં પ્રદુષણ અટકાવી પર્યાવરણ સુધારે છે.

Address

Gujrat

Telephone

+919373318144

Website

Alerts

Be the first to know and let us send you an email when Khedut Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share