28/08/2025
BLOG: Naresh Thakkar, Bharuch
✍️ ચેનલ નર્મદાના 27 વર્ષ પૂર્ણ અને 28માં વર્ષના આરંભ નિમિતે યોજાયેલ "મીટ વિથ મીડિયા "ના સફળ કાર્યક્રમ બાદ TV13 દ્વારા યોજાયો "મહા સન્માન પુરષ્કાર..."
✍️ ગુજરાતની TV13 ના મહા સન્માન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા એ 'ચેનલ નર્મદા' અને'નરેશ ઠક્કર'ને યાદ કરતાં સર્જાયું સુખદ આશ્ચર્ય?? પત્રકારત્તવને પણ બિરદાવ્યું??!!
✍️ રાજનીતિ- રાજકારણ અને મીડિયા જનતાના એક જ હૃદયના કર્ણક - ક્ષેપક છે, એ નેતાઓ સમજે તો સર્વનું કલ્યાણ થાય.. બાકી એકનું કામ સેવા આપવાનું, તો બીજાનું નેતાઓને ચોકન્ના રાખવાનું જ છે...
ચેનલ નર્મદાએ 20 ઓગસ્ટ 2025 ને બુધવારે 27 વર્ષની દીર્ઘયાત્રા પૂર્ણ કરી 28 માં વર્ષમાં સફળ પ્રવેશ નિમિત્તે હોટેલ રિજનટા ખાતે મીટ વિથ મીડિયાનો સુંદર અને સફળ રસપ્રદ માહિતી સભર કાર્યક્રમ યોજ્યો જેમાં સર્વ આમંત્રિત મિત્રો એ હાજરી આપી અમારી યાત્રાને બિરદાવી, આનંદ વ્યક્ત કર્યો. વરિષ્ઠ પત્રકાર શ્રી વિનોદ ભટ્ટ, અજય ઉમટ, રોનક પટેલ અને ગોપી ઘાંઘરે ઉપસ્થિત રહી મીડિયા અંગે ચર્ચા ગોષ્ઠિ કરી, તો દરેક ક્ષેત્રના અગ્રણી મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમને ગૌરવ પ્રદાન કર્યુ..
બરાબર સાત દિવસ પછી, બીજા બુધવારે મીડિયા જગતનો બીજો એક વિશિષ્ટ કાર્યક્રમ વિનાયક ચોથ, ગણેશ ચતુર્થી ના દિવસે 27 ઓગસ્ટે બુધવારે હયાત હોટેલ ખાતે યોજાયો, જે ગુજરાતની TV13 સેટેલાઇટ ન્યૂઝ ચેનલના ભરૂચના પ્રતિનિધિ મુનીર પઠાણના અમદાવાદ સ્થિત CEO દિપક રાજાણી, MD મુન્નાભાઈ ગઢવીના સીધા માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ભરૂચના વિવિધ ક્ષેત્રના 21 જેટલાં અગ્રણીઓનું સન્માન કરવાનો સફળ કાર્યક્રમ યીજાયો...જેમાં ચેનલ નર્મદાના રજતજયંતી વર્ષે જેમના સન્માન કરાયા હતાં એજ તર્જ પર મહત્તમ મહાનુભાવોને સન્માનનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો...
આ અવસરે એક આશ્ચર્ય ભરૂચના દીર્ઘકાલીન ભાજપના સાંસદ અને આદિવાસી નેતા મનસુખવાસાવા એ એકા એક આ કાર્યક્રમમાં ચેનલ નર્મદા અને મને, નરેશ ઠકકરને નામ જોગ યાદ કરતાં જણાવ્યું કે આવા કાર્યક્રમો એમના દ્વારા થતાં રહે છે... આ સાંભળી ઉપસ્થિત સહુના મનમાં કદાચ વિચાર આવ્યો હશે કે આજે છેલ્લા બે અઢી વર્ષથી નરેશ ઠક્કર અને ચેનલ નર્મદા થી રોષે ભરાયેલા અને આર પારની લઢાઈ કરી સોશિયલ મીડિયામાં છવાયેલા મનસુખલાલનું હૃદય પરિવર્તન એકદમ કેવી રીતે થયું?? ઘણાએ બીજા દિવસે મને સવારે સવારે જ મોબાઈલ કરી આશ્ચર્ય સાથે પૂછ્યું કે શું વાત છે?? કાલે ચમત્કાર કેમનો થયો??
મેં હળવા સ્માઈલ સાથે કહ્યું, મનસુખલાલ મારી જેમ જ બહુજ સંવેદનશીલ વ્યક્તિ છે, એક નેતા તરીકે એ કયારે કોની પર કેમ રૂઠશે કે રીઝાશે એ કેહવું મુશ્કેલ છે,પણ હા, એમનો આત્મા શુદ્ધ છે, સમય અને સ્થિતિ એમને વારંવાર વાણી, વર્તણુક બદલાવે છે, હુ સક્રિય રાજનીતિમા નથી, એટલે શુદ્ધ પત્રકારત્વ કરું છું, કરી શકું છું,એ કલયુગી સક્રિય રાજનીતિમાં છે, એટલે તેઓ ઘણીવાર બે ધારી તલવાર જેવું જીવે છે, ક્યારેક ટીકાઓ, અપશબ્દો બોલી ગુસ્સો, નફરત કે ખોટું ચાલતું હોય તો જાહેરમાં બોલી નાંખે છે,બાકી મનસુખલાલ ભાજપની મૂડી તો છેજ, પ્રશ્ન આદિવાસી પટ્ટી પર ઓવરોલ ભાજપના આદિવાસી નેતાઓની પકકડનો અભાવનો છે...ત્યાં એકતા નથી, સત્તાની સાઠમારી વિશેષ છે,એનું આત્મચિંતન કરવા સોશિયલ મીડિયામાં જ મનસુખલાલે ધડા ધડ ઇન્ટરવ્યૂઝ આપ્યા..હુ મનસુખલાલના વ્યક્તિત્વને બહુ નજદીકથી 30 વર્ષથી ઓળખું છું, એમના વખાણથી ના ખુશ થવાય ના નિરાશમનસુખલાલ પર તો હુ પુસ્તિકા લખી શકું,એ ફરી કોઈવાર પણ આજે મુખ્યવાત મહા સન્માન કાર્યક્રમનું ટૂંકમાં લખી blog પૂર્ણ કરીશ, એક ચોખવટ સાથે કે ના કોઈની ધાક ધમકી, બહિષ્કાર થી ચેનલ નર્મદા કે મારાં બ્લોગ્સ બંધ ઠાવાની- થવાના છે, ના પ્રજાનો અવાજ કોઈ રાજકારણી ક્યારેય પત્રકારના મોઢેથી દબાવી શકશે.. એક દબાવશો તો દશ ઉભા થશે, મને કે અમને ખોટી રીતે પડકરનારને પહોંચી વાળવાની ઈશ્વરીય, આધ્યાત્મિક શકતી ગણેશજી, અને અમારી જનતા આપે છે, આપશે.. હા, અહીંયા એક નેતા એ ભરૂચના વિકાસ અંગે વપરાયેલા રૂપિયા અંગે પડકાર ફેંક્યો છે, એમને પણ હુ નામજોગ ચેલેન્જ આપી બોલવીશ કે લાવો સરકારે આપેલી રકમો નો હિસાબ અને એમાંથી થયેલો 'ફિઝિકલ ડેવલોપમેન્ટ' કેમેરાની આંખે...
આ 'મહાસન્માન' કાર્યક્રમમાં સેવા યજ્ઞ સમિતિના સાચા સેવક રાકેશ ભટ્ટ, ભરૂચના સાચા સમાજ સેવી ધર્મેશ સોલંકી, લતા બેન દેસાઈ, ઉચ્ચ અધિકારી મનીષા બહેન માનાણી, બિલ્ડર્સ કિરણ મજમુદાર, રોહિત ચદ્દરવાલા, પિયુષ શાહ, ઉદ્યોગપતિ અશોક પંજવાણી, કિશોર ઠક્કર, જયેશ પરીખ, લોક ગાયક અભેસિંહ રાઠોડ જેવા 22 મહાનુભાવોને ઉપસ્થિત રાજ્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, RAC શ્રી NR ધાંધલ સાહેબ, મનસુખભાઇ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ના હસ્તે એવોર્ડ વિતરણ કરી સન્માન કરાયુ .આ પ્રસંગે માજી કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, એરિક શેઠના, પ્રવીણભાઈ તરૈયા સહિત અનેક શુભેછકો, મિત્રો હાજર રહ્યા હતાં.
મારાં BLOG ના ચાહક મિત્રો માટે હુ દ્રઢતા પૂર્વક એક નવો અભિગમ છે યુટ્યુબ મીડીયા નો અતિ સફળ, અસરકારક એવા "પોડકાસ્ટ પ્લેટ ફોર્મ " પર ભરૂચ જિલ્લાના પ્રશ્નોને રજુ કરવા સઘન પ્રયાસો કરી રહ્યો છું, બહુ જલ્દી, દિવાળી પહેલાં નવા નામ અને સ્વરૂપે મળીએ એવી શ્રીજી પ્રાર્થના.. 🙏🙏